Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

પાકિસ્તાનમાં હાફિજ સઇદને ૧૫ વર્ષની સજા

મુંબઇ હૂમલાના માસ્ટરમાઇનેડ અને પ્રતિબંધિત જમાત ઉદ દાવા સંગઠનના પ્રમુખ હાફિજ સઇદને આતંક વિરોધી અદાલતે વધુ એક કેસમાં ૧૫ વર્ષની સજા આપી છે. અદાલતે હાફિજ સઇજદ ઉપર બે લાખ પાકિસ્તાની રુપિયાનો દંડ પણ લગાવ્યો છે. લાગહોરની આતંક વિરોધી કોર્ટે હાફિજ સઇદ સહિત પાંચ નેતાઓને સજા કરી છે. હાફિજ સઇદને પહેલાથી જ ટેરર ફંડિગના ચાર કેસમાં કુલ ૨૧ વર્ષની સજા આપવામાં આવી છે. ત્યારે આ સજા મળ્યા બાદ હવે હાફિજ સઇદને કોટ લખપતિ જેલમાં ૩૬ વર્ષની સજા ભોગવવી પડશે. આ તમામ સજા સમાંતર ચાલશે. પાકિસ્તાન સરકારે હાફિજ સઇદને જેલમાં વાઇપી પ્રોટોકોલ આપ્યો છે.
હાફિજ સઇદ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરાયેલ તંકી છે. જેના ઉપર મેરિકાએ પણ એક કરોડ ડોલરનું ઇનામ જાહેર કર્યુ હતું. હાફિજ સઇદની ટેરર ફંડિંગ કેસમાં ગત જુલાઇમાં ધરપકડ કરવામાં આવી હતી. ફેબ્રુઆરીની અંદર બે ટેરર ફંડિંગ કેસમાં તેને ૧૧ વર્ષની સજા આપવામાં આવી હતી. તોલ બીજા બે કેસમાં નવેમ્બરમાં ૧૦ વર્ષની સજા થઇ છે. ત્યારે ગુરુવારે સઇદ સાથે જે ચાર નેતાઓને સજા આપવામાં આવી છે તેમાં અબ્દુસ સલેમ, જફર ઇકબાલ, યાહ્યા મુજાહિદ અને મોહમ્મદ અશરફનો સમાવેશ થાય છે. સજાની સાથે આ તમામ લોકોને દંડ પમ કરવામાં આવ્યો છે.
કોર્ટે હાફિજ સઇદના સાળા અબ્દુલ રહમાન મક્કીને પણ ઠ મહિનાની સજા કરી છે. સજાની સુનવણી માટે હાફિજ સઇ ને તેના સાથીઓને કડક સુરક્ષા વચ્ચે કોર્ટમાં લવાયા હતા. જેયુડીના નેતાઓ ઉપર પાકિસ્તાનની વિવિધ અદાલતમાં કુલ ૪૧ કેસ છે. જેમાંથી ૨૮ કેસોનો નિર્ણય થઇ ગયો છે. હાફિજ સઇદના નેતૃત્વ વાળુ જેયુડી લશ્કર એ તોયબાનું જ એક સંગઠન છે. આ જ સંગઠને મુંબઇમાં કરેલા આતંકી હૂમલામાં કુલ ૧૬૬ લોકોના મોત થયા હતા.

Related posts

ઇરમા વાવાઝોડું ફ્લોરિડામાં ત્રાટક્યું : લાખો લોકો અંધારપટમાં

aapnugujarat

પાકિસ્તાનની કોર્ટે ૩૫૦ ભારતીય માછીમાર કેદીઓને છોડી મૂકવાનો આદેશ આપ્યો

aapnugujarat

પાકિસ્તાનમાં ભૂકંપે મચાવી તબાહી, 11નાં મોત અને 100થી વધુ ઘાયલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1