ઈસ્લામાબાદની એક અદાલતે ૩૫૦ ભારતીય માછીમારોને જેલમાંથી છોડી મૂકવાનો આજે આદેશ આપ્યો છે.
ગેરકાયદેસર રીતે માછીમારી કરવા બદલ આ ભારતીય માછીમારોને પકડીને અહીંની જેલમાં પૂરવામાં આવ્યા હતા.જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ મલીર સલમાન અમજીદ સિદ્દિકીએ ગૃહ મંત્રાલયને આદેશ આપ્યો છે કે ભારતીય માછીમારોને વહેલી તકે છોડી મૂકવામાં આવે.
જજે એમના ઓર્ડરમાં જણાવ્યું છે કે આ માછીમારોએ પાકિસ્તાનની જેલમાં આઠ મહિના વિતાવ્યા છે અને કોર્ટ આને એમની સજા તરીકે માને છે.ગેરકાયદેસર રીતે માછીમારી બદલ પકડાયેલા માછીમારોને બંને દેશની સરકાર નિયમિત રીતે છોડી મૂકતી હોય છે, કારણ કે અરબી સમુદ્રમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ સ્પષ્ટ સીમા આંકવામાં આવી નથી.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ