Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચારતાજા સમાચાર

ઇરમા વાવાઝોડું ફ્લોરિડામાં ત્રાટક્યું : લાખો લોકો અંધારપટમાં

શક્તિશાળી ઇરમા વાવાઝોડું આજે ધારણા પ્રમાણે જ સંપૂર્ણ તાકાત સાથે ફ્લોરિડામાં ત્રાટક્યું હતું જેથી અનેક વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા અને ૧૦ લાખથી વધુ લોકો અંધારપટ હેઠળ આવી ગયા હતા. અતિ ભારે વરસાદના કારણે ઘણા વિસ્તારો જળબંબાકાર થઇ ગયા હતા. કેટેગરી ચારના તોફાનના કારણે પ્રચંડ પવન ફુંકાયો હતો. નેશનલ સેન્ટરે માહિતી આપતા કહ્યું હતું કે, ૧૩૦ માઇલ પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયો હતો. વાવાઝોડાના કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઇ ગયું હતું. ફ્લોરિડાના પશ્ચિમી દરિયાકાંઠા ઉપર સૌથી માઠી અસર થઇ હતી. દરિયાઈ સપાટીથી ૧૦થી ૧૫ ફૂટ સુધી પાણી ભરાઈ જવાના અહેવાલ પણ મળી રહ્યા છે. પરિસ્થિતિ ઉપર પહેલાથી જ હાલમાં નજર રાખવામાં આવી રહી હતી. પ્રચંડ વાવાઝોડાના કારણે ઘણી જગ્યાએ મકાનોના અંદરના રુમના દરવાજા પણ હચમચી ઉઠ્યા હતા. સમગ્ર ફ્લોરિડા વાવાઝોડાના કારણે અસરગ્રસ્ત થયું છે. નુકસાનની દહેશત પણ પ્રવર્તી રહી છે. મિયામી સહિતના વિસ્તારોમાં અંધારપટની સ્થિતિ છવાઈ ગઈ છે. મિયામી ડેડ વિસ્તારમાં ૬૫૦૦૦૦ કસ્ટમરોના આવાસમાં વિજળી ડુલ થઇ ગઇ છે. કન્સ્ટ્રક્શન ક્રેન પણ તુટી પડ્યા છે. હજારો લોકો અંધારપટ હેઠળ છે. મિયામીના અર્થતંત્રને પણ ભારે નુકસાન થયું છે. ફ્લોરિડામાં વાવાઝોડાને લઇને પહેલાથી જ તંત્ર સાવધાન હતું. પાંચમી કેટેગરીના ઇરમા વાવાઝોડાને લઇને ૫૦ લાખ લોકોને સુરક્ષિત ખસેડવામાં આવ્યા હતા. ભારે તબાહીના અહેવાલ મળ્યા છે. જો કે, હજુ સુધી પાકી માહિતી મળી શકી નથી. અલાબામાથી ઉત્તર કેરોલિના સુધી દરેક જગ્યાએ સાવચેતી રાખવામાં આવી હતી. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ સંપૂર્ણપણે સાવધાન થયેલા છે. કોઇપણ સ્થિતિને પહોંચી વળવા માટે હજારો કર્મચારીઓને તૈનાત કર્યા હતા. ફ્લોરિડામાં ઇમરજન્સીની જાહેરાત પણ કરવામાં આવી હતી.

Related posts

Death warrant against 1971 war crimes convict by Bangladeshi court

editor

B S Yeddyurappa takes oath as Karnataka’s 25th chief minister

aapnugujarat

કશ્મીરમુદ્દે સહયોગ માટે પાકિસ્તાન ચીનનું ઋણી છેઃ પાક.સૈન્ય વડા કમર બાજવા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1