Aapnu Gujarat
ગુજરાત

ભાજપે અડીખમ નહી પણ ખાલીખમ ગુજરાત કર્યું છે : ડો.મનીષ દોશી

ભાજપના ૨૨ વર્ષના શાસનનો હિસાબ આપવાના બદલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કોંગ્રેસ પર વાહિયાત આક્ષેપો કરી પ્રજાનું ધ્યાન બીજે વાળવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો છે. વાસ્તવમાં ભાજપે અડીખમ ગુજરાત નહી પરંતુ ખાલીખમ ગુજરાત કરી નાંખ્યું છે. ભાજપના કુશાસનમાં ગુજરાત બે લાખ કરોડનું દેવાદાર બની ગયું છે. એટલું જ નહી, શિક્ષણ, રોજગાર સહિતના ક્ષેત્રોમાં ગુજરાત અન્ય રાજયોની સરખામણીએ આઘાતજનક રીતે પાછળ ધકેલાઇ ગયું છે. આ બધી વાતોનો સાચો જવાબ આપવાને બદલે અમિત શાહે માત્ર વાણીવિલાસ કરતાં ગુજરાતની જનતા ભાજપના જવાબ નહી આપવાના વલણથી ભારે નિરાશ થઇ છે એમ અત્રે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા ડો.મનીષ દોશીએ જણાવ્યું હતું. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર કરેલા આક્ષેપો સામે કોંગ્રેસ તરફથી વળતા પ્રહારો કરતાં ડો.મનીષ દોશીએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપના ૨૨ વર્ષના શાસનમાં શિક્ષણ, આરોગ્ય, રોજગાર, કૃષિ અને કાયદો વ્યવસ્થા સહિતના ક્ષેત્રોમાં ગુજરાત આઘાતજનક રીતે પાછળ ધકેલાતાં જ ભાજપના કુશાસનનો પર્દાફાશ થઇ ગયો છે. ગુજરાતી પ્રજાજનોના પુરૂષાર્થ અને સામર્થ્યના કારણે ગુજરાત અડીખમ બનીને ઉભુ છે, તેમાં ભાજપનો કોઇ ફાળો નથી. ઉલ્ટાનું ભાજપના ભ્રષ્ટાચાર, ખોટી આર્થિક નીતિ અને સ્વપ્રસિધ્ધિ પાછળ બેફામ રીતે પ્રજાની કરોડો રૂપિયાની પરસેવાની કમાણી ઉડાવી છે તેના કારણે સરકારી તિજોરી ખાલીખમ થઇ છે. રાજયમાં ૧૯૯૮ પહેલાના કોંગ્રસના શાસનમાં ગુજરાતનું દેવું માત્ર રૂ.૧૮ હજાર કરોડ હતું પરંતુ ભાજપના શાસનમાં આ દેવું વધીને રૂ. બે લાખ કરોડ જેટલું થઇ ગયું છે અને આ સાથે ગુજરાતને અગ્રીમ દેવાદાર રાજયોની યાદીમાં મૂકી દીધું છે. ગુજરાતમાં જન્મ લેતું બાળક રૂ.૪૬,૦૦૦ના દેેવા સાથે જન્મે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, ભાજપના ૨૨ વર્ષના શાસનમાં ખેડૂત વિરોધી નીતિના કારણે, ગુજરાતમાં ૧૩ લાખ હેકટર ખેતીની જમીનમાં ઘટાડો થયો. સાડા ત્રણ લાખ ખેડૂતો ઘટયા અને ૩૮ લાખ ખેત મજૂરોનો વધારો થયો.
ગુજરાતમાં છેલ્લા દસ વર્ષમાં ખેડૂતોની આત્મહત્યામાં નોંધપાત્ર વધારો થયો છે. દરેક નાગરિકના ખાતામાં રૂ.૧૫-૧૫ લાખ, પાકિસ્તાનને તેની ભાષામાં જવાબ, સમગ્ર રાજયમાં રસ્તાઓમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર, જીએસપીસીનું રૂ.૨૦૦૦ કરોડનું કૌભાંડ, ૧૭ જેટલા વિવિધ કૌભાંડમાં એક લાખ કરોડના ભ્રષ્ટાચાર અંગે ભાજપ અધ્યક્ષ કેમ મૌન રહ્યા એવો વેધક સવાલ ડો.દોશીએ ઉઠાવ્યો હતો. તેમણે ઉમેર્યું કે, ટાઉનહોલ, ટવીટર, ગુગલ, ફેસબુક પર એક તરફી સંવાદના બદલે ગુજરાતના વિદ્યાર્થીઓ, યુવાનો, ખેડૂતો, મહિલાઓ ભાજપ પાસેથી તેમના ૨૨ વર્ષના શાસનનો ફેસ ટુ ફેસ હિસાબ માંગી રહી છે, તેનો જવાબ ભાજપ આપે.

Related posts

ખેલ રાજ્યમંત્રીએ બાઠવા ગામે તળાવમાં ડૂબી જવાથી મરણ પામેલા યુવાનોના પરિવારોને સાંત્વના પાઠવી

aapnugujarat

પ્રોપર્ટી ટેક્સ રિબેટ યોજનાની મુદત વધારવાનો નિર્ણય થયો

aapnugujarat

ચાંદલોડિયામાંPSIએ સર્વિસ રિવોલ્વરથી કરેલ આત્મહત્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1