Aapnu Gujarat
ગુજરાત

બાપુનગરમાં ટ્યુશન ક્લાસિસનાં શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર માર્યો

શહેરના બાપુનગર વિસ્તારમાં હોમ વર્ક કરીને નહી ગયેલા એક ૧૨ વર્ષીય કિશોરને ટયુશન કલાસીસના શિક્ષકે દંડા વડે બેરહમીથી માર મારતાં કિશોરના શરીર પર સોળ પડી ગયા અને લોહી નીકળી ગયું ત્યાં સુધીની ઇજા પહોંચી હતી. બનાવની જાણ થતાં જ કિશોરના વાલીઓ તરફથી બાપુનગર પોલીસને સમગ્ર ઘટનાની ફરિયાદ કરવામાં આવતાં પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી લીધી હતી અને સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના બાપુનગર વિસ્તારમાં રહેતો ૧૨ વર્ષીય કિશોર નિયમ પ્રમાણે તેના ટયુશન કલાસીસમાં ગયો હતો. કલાસીસના શિક્ષકે તેને હોમવર્ક બાબતે પૃચ્છા કરી હતી અને કિશોરે હોમવર્ક કર્યું નહી હોવાનું જણાવતાં શિક્ષક એકદમ ઉશ્કેરાઇ ગયા હતા અને લાકડી વડે આ કાચી વયના કિશોરને ફરી વળ્યા હતા. ટયુશન કલાસીસના શિક્ષકે એટલી હદે કિશોરને માર માર્યો હતો કે, તેના શરીર પર સોળ પડી ગયા હતા અને લોહી નીકળી આવ્યું હતું. બાળકને ગંભીર ઇજા થતાં સારવાર અપાવવાની ફરજ પડી હતી. બીજીબાજુ, કિશોરના માતા-પિતાને આ વાતની જાણ થતાં તેઓ ટયુશન કલાસીસના શિક્ષક પરત્વે ખૂબ રોષે ભરાયા હતા અને તેઓ આ સમગ્ર મામલે ટયુશન કલાસીસના શિક્ષક વિરૂધ્ધ ફરિયાદ કરવા બાપુનગર પોલીસમથક પહોંચ્યા હતા. બાપુનગર પોલીસે પણ ઘટનાની ગંભીરતા ધ્યાને લઇ તાત્કાલિક હરકતમાં આવી હતી અને આરોપી શિક્ષકની ધરપકડ કરી લીધી હતી.

Related posts

पकवान चार रास्ता के पास बेकाबू कार ने फुटपाथ पर सो रहे मजदूर को रौदां

aapnugujarat

લુ લાગવાથી બચવા માટે જરૂર સિવાય બપોરના સમયે બહાર નિકળવાનું ટાળવુ જોઇએ : ડો.ચિંતન દેસાઇ

aapnugujarat

નર્મદા ડેમ માટે મધ્યપ્રદેશથી પાણી છોડવામાં આવ્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1