Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

અમેરિકન-ઇઝરાયલી મિસાઇલ હુમલાના ડરથી ઇરાને મિસાઇલો તૈનાત કરી

અમેરિકન-ઇઝરાયલી મિસાઇલ હુમલાના ડરથી ખૌફમાં આવેલા ઈરાને પોતાના પરમાણુ અડ્ડાઓની આસપાસ એર ડિફેન્સ સિસ્ટમને મજબૂત કરવાનું શરૂ કરી દીધું છે. ઈરાને પોતાના પરમાણુ ઠેકાણા પાસે જમીનથી હવામાં પ્રહાર કરવામાં સક્ષમ મિસાઇલો તહેનાત કરી છે. ઈરાને આ પગલું એવા સમયે ઉઠાવ્યું છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પપ્રશાસનમાં તેહરાન અને વૉશિંગ્ટનની વચ્ચે તણાવ વધતો જઈ રહ્યો છે. કુવૈતના અલ કબાસ સમાચાર પત્રએ ઈરાની સૂત્રો પ્રમાણે જણાવ્યું કે સપાટીથી હવામાં પ્રહાર કરનારી મિસાઇલોની તહેનાતી શરૂ કરી દેવામાં આવી છે.
આ પહેલા ઇરાકમાં અમેરિકન દૂતાવાસ પર હુમલા બાદ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ખુલ્લી ધમકી આપી હતી. કુવૈતી સમાચાર પત્રએ જણાવ્યું કે ઈરાને પોતાના પરમાણુ અડ્ડાઓની પાસે એર ડિફેન્સ સિસ્ટમ અને રડાર સિસ્ટમ ગોઠવી છે. ઈરાનનો પ્રયત્ન પોતાના યૂરેનિયમ સંવર્ધન કાર્યક્રમમાં ખલેલ નાંખવાના કોઈ પણ પ્રયત્નને રોકવાનો છે. ઈરાને ખાસ રીતે નતાંજ યૂરિનિયમ સંવર્ધન કેન્દ્રની પાસે સુરક્ષા વ્યવસ્થા સખ્ત કરી દીધી છે. આ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાકની રાજધાની બગદાદમાં અમેરિકન દૂતાવાસ પર રૉકેટ હુમલા માટે ઈરાનને જવાબદાર ગણાવ્યું હતુ.
સાથે જ ઈરાનને ધમકી આપી છે કે જો આ હુમલામાં કોઈ પણ અમેરિકન નાગરિકનું મોત થયું તો આનો જવાબ સૈન્ય કાર્યવાહીથી આપવામાં આવશે. ટ્રમ્પે અમેરિકન દૂતાવાસ પર છોડેલી રૉકેટની તસવીર ટ્‌વીટ કરતા કહ્યું કે, આ રૉકેટ ઈરાનથી આવ્યા છે. ડૉનાલ્ડ ટ્રમ્પે ટ્‌વીટ કરીને કહ્યું કે, ‘રવિવારના બગદાદમાં અમારા દૂતાવાસ પર રૉકેટમારો કરવામાં આવ્યો. અનુમાન લગાવો આ રૉકેટ ક્યાંથી આવ્યા હતાઃ ઈરાન. અમે ચર્ચા સાંભળી રહ્યા છીએ કે ઇરાકમાં અમેરિકન લોકો પર હુમલો થઈ શકે છે. ઈરાનને મારી સ્વાસ્થ્યના હિસાબે મૈત્રીપૂર્ણ સલાહ છે. જો એક પણ અમેરિકન માર્યો ગયો તો હું આ માટે ઈરાનને જવાબદાર ગણાવીશ. હું આને ગંભીરતાથી લઇ રહ્યો છું.’
બીજી તરફ ઇરાકની સેનાએ જણાવ્યું કે, રવિવારના અત્યંત સુરક્ષિત મનાતા ગ્રીન ઝોન વિસ્તારમાં આવેલા અમેરિકન દૂતાવાસ પર અનેક રૉકેટ છોડવામાં આવ્યા. આ રૉકેટ હુમલાથી તણાવ વધવાની શક્યતા વધી ગઈ છે. ઇરાકી સેનાએ કહ્યું કે, એક પ્રતિબંધિત સંગઠને ગ્રીન ઝોન પર ૮ રૉકેટ છોડ્યા. આ હુમલામાં એક ઇરાકી સૈનિક ઘાયલ થયો છે અને અનેક કારો તેમજ બિલ્ડિંગોને નુકસાન પહોંચ્યું છે.

Related posts

Helicopter crashed off Grand Cay island in Bahamas, 7 Americans died

aapnugujarat

ભારત સરકારની ૨૦ સંપત્તિઓ ટાંચમાં લેવા ફ્રાંસની અદાલતે આદેશ આપ્યા

editor

कुछ विदेशी नागरिकों को देश से निकालना शुरू करेगा अमेरिका

aapnugujarat

Leave a Comment

UA-96247877-1