Aapnu Gujarat
રાષ્ટ્રીય

દિલ્હીમાં ભાજપના નેતાની ગોળી મારી હત્યા

રાજધાની દિલ્હીમાં ગુંડાઓ બેખોફ બની ગયા છે. અવારનવાર ગોળી મારવાની ઘટનાઓ સામે આવી રહી છે. શુક્રવારની રાત્રે પણ આવો જ એક ચકચારી મામલો બન્યો છે. દિલ્હીના દ્વારકા જિલ્લાના મટિયાલા રોડ પર અજાણ્યા બાઈક સવાર શખસોએ ભાજપના સ્થાનિક નેતા સુરેન્દ્ર મટિયાલા પર અંધાધૂંધ ફાયરિંગ કરી તેમની હત્યા કરી નાખી. તેઓ નજફગઢ જિલ્લા કિસાન મોર્ચાના અધ્યક્ષ હતા અને કોર્પોરેશનની ચૂંટણી લડી ચૂક્યા હતા.
ભાજપના નેતાને ગોળી મારવાના મામલે જિલ્લાના ડીસીપી એમ હર્ષવર્ધને જણાવ્યું કે, ઘટનાસ્થળે તપાસમાં જાણવા મળ્યું છે કે, સુરેન્દ્ર મટિયાલાને ઘણી ગોળી મારવામાં આવી છે. ડોક્ટરે તેમને મૃત જાહેર કરી દીધા છે. તેમને એ સમયે ગોળી મારવામાં આવી, જ્યારે તેઓ ઓફિસમાં હતા. હત્યારાઓને શોધવા માટે પોલીસની જુદી-જુદી ટીમ લગાવી દેવાઈ છે.

જાણકારી મુજબ, સુરેન્દ્ર પોતાની ઓફિસમાં પોતાના એક સ્વજન તેમજ ઓફિસ સહાયક સાથે બેસીને ટીવી જોઈ રહ્યા હતા. એ દરમિયાન બે શખસો ઓફિસમાં ઘૂસી આવ્યા હતા અને કોઈ કંઈ સમજે તે પહેલા ભાજપના નેતા પર અંધાધૂંધ ફાયરિંગ કરી નાસી છૂટ્યા હતા. જણાવાયા મુજબ, સુરેન્દ્રને પાંચથી છ ગોળીઓ વાગી હતી. ફાયરિંગ કર્યા બાદ બંને શખસો પગપાળા જ મટિયાલા પોલીસ ચોકી તરફ ભાગી ભાગી ગયા હતા. આશંકા છે કે, તેમનો કોઈ સાથી પહેલેથી જ ઘટનાસ્થળથી થોડે દૂર બાઈક કે અન્ય વાહન પર તેમની રાહ જોઈ રહ્યો હશે અને હત્યાને અંજામ આપ્યા બાદ એ જ વાહનમાં એ લોકો ફરાર થઈ ગયા હશે.

સુરેન્દ્રને ગોળી વાગ્યા બાદ ઘટનાસ્થળે હાજર બંને લોકોએ પોતાની જાતને સંભાળી અને નેતાના પરિવારને જાણ કરી. આ દરમિયાન ફાયરિંગનો અવાજ સાંભળી મોટી સંખ્યામાં લોકો ત્યાં દોડી આવ્યા હતા અને સુરેન્દ્રને દ્વારકા સ્થિત ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કરી દીધા. બીજી તરફ ઘટનાની જાણ થતા ડીસીપી સહિતના પોલીસ અધિકારીઓ પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી દીધી છે.

Related posts

ભારત ૩ મહિનામાં ચીનને પછાડીને દુનિયાની સૌથી વધુ વસ્તીવાળો દેશ બની જશે

aapnugujarat

સ્પેસ મિશનમાં ૩૦ અંતરિક્ષ યાત્રીઓની જરૂર

aapnugujarat

राजनीति में धनबल के इस्तेमाल को लेकर उपराष्ट्रपति नायडू ने जताई चिंता

aapnugujarat

Leave a Comment

UA-96247877-1