Aapnu Gujarat
રાષ્ટ્રીય

દેશમાં વંદે મેટ્રો પણ ટૂંક સમયમાં દોડશે : રેલવે મંત્રી

હાલ દેશભરમાં અનેક જગ્યાઓ પર વંદેભારત ટ્રેન દોડી રહી છે. વંદેભારત ટ્રેનની ગતિ અને ટ્રેનમાં આપવામાં આવતી સુવિધાને કારણે મુસાફરો હાલ વંદેભારત ટ્રેનની પ્રશંસા કરી રહ્યાં છે. ખૂબ ટૂંકા સમયગાળામાં વંદેભારત ટ્રેન સફળતાપૂર્વક દોડી રહી છે. ત્યારે રેલવે મંત્રી દ્વારા મહત્વની જાહેરાત કરી છે. હવે દેશભરમાં વંદેભારત ટ્રેનની સાથે વંદે મેટ્રોની શરૂઆત ટૂંક સમયમાં કરવામાં આવશે. કેન્દ્ર સરકારે વંદે મેટ્રોની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વંદે મેટ્રો અંગે જણાવ્યુ હતું કે, વંદે મેટ્રોએ વંદેભારત એક્સપ્રેસનું જુદુ સ્વરૂપ હશે. વંદે મેટ્રો 100 કિમીથી ઓછા અંતરના શહેરો વચ્ચે દોડાવામાં આવશે. સેમી હાઈસ્પીડ વંદે મેટ્રો ટ્રેન એક જ દિવસમાં બે શહેરો વચ્ચે મહત્તમ ટ્રીપો કરશે. આ વંદે મેટ્રો ડિસેમ્બર મહિનાની આસપાસ તૈયાર થઈ જશે. વંદે મેટ્રો ટ્રેન હાઈડ્રોજન આધારિત સ્વદેશી ટ્રેન હશે, આ વંદે મેટ્રો ટ્રેન ભારતીય એન્જિનયરો દ્વારા ડિઝાઈન કરવામાં આવી આવી રહી છે. વંદે મેટ્રો ટ્રેન 125થી 130 કિમીની ઝડપે દોડશે.

વંદે મેટ્રો ટ્રેન શરૂ થવાની સાથે બે શહેરો વચ્ચેની મુસાફરીના સમયગાળામાં ઘટાડો થશે. ટ્રાફિકની સમસ્યા ઓછી થવાની કારણે લોકોને રાહત થશે અને એક શહેરથી બીજા શહેરમાં અપડાઉન કરતા નોકરીયાત અને વિદ્યાર્થીઓેને આ વંદેમેટ્રો ખૂબ ફાયદાકારણ સાબિત થશે.

હાલ દેશમાં 14 વંદેભારત એક્સપ્રેસ ટ્રેનો દોડી રહી છે. વંદેભારત ટ્રેનને મુસાફરો ખુબ પસંદ કરી રહ્યા છે. હાલમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનમાં વંદેભારત ટ્રેનને લીલી ઝંડી આપીને શુભારંભ કરાવ્યો હતો. ત્યારે હવે વંદે મેટ્રોને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે.. વંદે ભારત ટ્રેનની મહત્તમ સ્પીડ 180kmની છે. વંદે ભારત એક્સપ્રેસની જ્યારે ટ્રાયલ કરાઈ હતી, ત્યારે આ ટ્રેન 150 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડાવાઈ હતી. જોકે અત્યારે વંદે ભારત એક્સપ્રેસ એટલી ઝડપે દોડાવાઈ રહી નથી. બુધવારે જયપુરથી દિલ્હી જતી વખતે વંદે ભારત 110 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડાવાઈ હતી.

Related posts

લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાશે : સુપ્રીમ

aapnugujarat

૧૫મી ઓગસ્ટે મદરેસાઓને આદેશ, ત્રિરંગો ફરકાવી રાષ્ટ્રગીત ગાવામાં આવે : યુપી સરકાર

aapnugujarat

अब मानसिक संतुलन खो चुकी हैं कांग्रेस पार्टी : भाजपा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1