Aapnu Gujarat
ગુજરાત

ગોબલજમાં બળીયાદેવ મંદિરે દલિતો જમવા ગયાના મુદ્દે ઉચ્ચવર્ણના લોકોએ અપમાનિત કરતા ફરિયાદ

આજના સમયમાં પણ દલિતોને મંદિરમા પ્રવેશ કરવા દેવામાં આવતા નથી. ખેડા તાલુકાના ગોબલજ ગામે બે દિવસ અગાઉ બળીયાદેવ મંદિરે જમવા ગયેલા આદિવાસી તેમજ દલિતોને ગામના ચાર શખ્સોએ અપમાનિત કરી ધમકી આપી હોવાનો બનાવ ખેડા શહેર પોલીસ મથકે નોંધાયો છે. આ સંપૂર્ણ ઘટનાની તપાસ STSCસેલ દ્વારા ચલાવવામાં આવી રહી છે. ખેડા તાલુકાના ગોબલેજ ગામના સેનવા વાસમાં રહેતા 39 વર્ષિય રમેશભાઇ બુધાભાઇ શેનવા અને ફળિયાના લોકો ગતરોજ બપોરના હાલ ચાલતા ચૈત્ર માસમાં ટાઢું ખાવાનો રિવાજ હોય ગામના બળીયાદેવ મંદિર ખાતે ટાઢું જમવા ગયા હતા. ગામના ઉચ્ચ વર્ણના લોકોને જાણ થઈ હતી. જેના પગલે ગામના પટેલ જ્ઞાતિના તેમજ ઠાકોર સહિત અન્ય જ્ઞાતિના લોકોએ આ મામલે ગામના કબુતરી પાસે ગત રાતના ગ્રામજનોની મીટીંગ બોલાવી હતી. આ મિટિંગમાં રમેશભાઈ સેનવા તેમજ ગામના દલિત સમાજના ઠાકોરભાઇ રમણભાઇ પરમાર (રોહીત), હિતેશભાઇ જગદીશભાઈ વાઘેલા (વાલ્મીક), નટવરભાઇ અમૃતભાઇ વાલ્મીક તથા સતિષભાઇ મુળજીભાઇ પરમાર વગેરે ગયા હતા. આ મીટીંગમાં ગામના ભીખાઈ સનાભાઈ સોઢા પરમાર, અશોક વિઠ્ઠલ પટેલ, ભરત મફતભાઈ ભોઇ અને રણજીત ચંદુભાઈ ચૌહાણએ તમારે અમારા બળીયાદેવના મંદિરમાં આવવાનુ નહી અને જો આવશો તો તમારા હાથ પગ ભાંગી નાખીશ. તેવી ધાક ધમકીઓ આપી હતી. આ બનાવ બાબતે ખેડા શહેર પોલીસે આ મામલે એટ્રોસિટીનો ગુનો દાખલ કર્યો છે આ બનાવની તપાસ એસ ટી એસ સી સેલના નાયબ પોલીસ અધિક્ષકે આદરી છે. જોકે, આરોપીઓ પકડાયા નથી

Related posts

રીક્ષામાંથી ગઠિયા ૩૪ લાખના ઘરેણાની તફડંચી કરીને ફરાર

aapnugujarat

લોનની જાહેરાત આપી છેતરપિંડી કરનાર વડોદરાનું ઠગ દંપત્તિ સાયબર ક્રાઇમ પોલીસના સંકજામાં

editor

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ તરીકે શાહે લીધેલા શપથ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1