Aapnu Gujarat
ગુજરાત

લોનની જાહેરાત આપી છેતરપિંડી કરનાર વડોદરાનું ઠગ દંપત્તિ સાયબર ક્રાઇમ પોલીસના સંકજામાં

સામાન્ય વર્ગ હોય કે તવંગર વર્ગ દરેકને પોતાની આર્થિક જરૂરિયાતો પુરી કરવા માટે પૈસાની જરૂર પડતી હોય છે જેમાં નાણાંકીય લોન એક મહત્વનું પાસુ બની રહે છે પણ લોન લેતી વખતે અને તેમાં ડૉક્યુમેન્ટ આપતી વખતે કાળજી રાખવી ખુબ જરુરી છે નહીં તો પસ્તાવાનો વારો આવી શકે છે. ગુજરાતના જુદાં જુદાં જીલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં રહેતા જરુરીયાતમંદ લોકોને વિવિધ પ્રકારની લોન મેળવવા માટેની જાહેરાત સમાચારપત્રોમાં આપીને લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર વડોદરાના ઠગ દંપત્તિને પંચમહાલ સાયબર ક્રાઇમ પોલીસે વડોદરાથી પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર પર્સનલ લોન આપવાના બહાને આંગડીયામાં નાણાં ભરાવીને છેતરપિંડી કરનાર શખ્સો સામે નોંધાયેલ ગુના અને અરજીના કામે સમાચારપત્રોમાં આપેલા મોબાઇલ નંબરનું ટેકનીકલ એનાલિસીસ જાણ કરતા તેનો ઉપયોગ વિવિધ પ્રકારનું લોન આપવાનું કૌબાંડ કરનાર અને વડોદરા ખાતે રહેતાં હોવાનું તપાસમાં બહાર આવ્યયું હતું આથી ટેકનિકલ એનાલીસીસના આધારે રક્ષાબેન મિતેશકુમાર શાહ અને મિતેશ કુમાર કનૈયાલાલ રહે. ૩૩ મહેશનગર સોસાયટી સોમા તળાવ ડભોઈ રોડ વડોદરાથી તેમની અટક કરવામાં આવી હતી, તેમની પુછપરછ કરતા જણાવ્યું હતુ ંકે, તેઓ સમાચારપત્રોમાં જાહેરાત આપતાં હતાં જે લોકો લોન મેળવવા માટે ફોન કરતા તેઓ ચિરાગ સોની, નિશા પટેલ, અનિતા ગુપ્તા જેવા નામો જણાવીને બેંકના લોન વિભાગમાંથી બોલું છું તેમ જણાવીને વિશ્વાસમાં લઈને ડૉક્યુમેન્ટ મંગાવીને લેપટોપમાં ડાઉનલોડ કરી લેતા હતા પછી તેઓ ભોગ બનનારને લોન એપ્રુવ્ડ થયા બાદ જે બેંકમાથી લોન મંજૂર થયા બાબતે જે બેંકમાંથી લોન મેળવવા માંગતા હોય તે બેંકનો ખોટો સેન્શન લેટર ભોગ બનનારને મોકલી આપતા હતાં પછી બેંકના નામે બલ્ક મેસેજ કરીને લોન મંજૂર થઈ ગયેલી છે. તમારો ચેક નજીકની સ્થળે આવેલી કુરિયર સેન્ટરમાં મોકલી આપેલ છે તેમ કહીને પોતાની પ્રોસેસિંગ ફી આંગડીયામાં જમા કરાવતા હતા જે નાણાં આંગડીયામાંથી મિતેશ સોની, ચિરાગ સોનીના નામે મંગાવતો હતો અને રોકડ રકમ લઇ લેતો જ્યારે ભોગ બનનાર તેમના ચેક બેંકમાં જમા કરાવતા બાઉન્સ થતા ત્યારે બેંકમાં પ્રોબ્લેમ હશે. કલીયર થતા બેંક તમારા ખાતામાં લોન જમા કરાવી દેશે તેવી ખાતરી આપતા હતાં.

ગરબાડા અને દાહોદ પોલીસ મથકમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનાનો ભેદ ઉકેલાયો
આ દંપતિએ પુછપરછમાં જણાવ્યું હતું કે, લોન લેનાર પાસેથી લોન આપવાના બહાને દાહોદ આવીને પી.એમ.આંગડીયા પેઢીમાં તા. ૨૯-૯-૨૦૨૦ના રોજ ૫૨,૦૦૦ તેમજ તા. ૩૦-૯-૨૦૨૦ના રોજ ૧૦,૦૦૦ મળીને ૬૦,૦૦૦ રૂપિયા ભરાવીને લુણાવાડા, જી મહીસાગર ખાતે આવીને પીએમ આંગડીયામાંથી લઈ ગયેલ હતા, તેમને કુંદવાડા ગામ તા. ધાનપુર, જી, દાહોદના રહીશ પાસેથી રૂપિયા ૧૮,૦૦૦, ફતેપુરાના રહીશ પાસેથી ૩૦,૦૦૦ તથા પાટણ જીલ્લાના વરાહી ગામના રહીશ પાસેથી ૮૦,૦૦૦ તથા અન્ય કેટલાય શખ્સો પાસેથી નાણાં લીધાં હોવાનું તપાસમાં બહાર આવતા દાહોદ જીલ્લાના ગરબાડા અને ફતેપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.

ગોધરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની બાહોશ ટીમે ભેદ ઉકેલ્યો
પંચમહાલના ગોધરા ખાતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની શરૂઆત પંચમહાલ તેમજ દાહોદ અને મહીસાગર જીલ્લાની જનતા માટે આશીર્વાદ સમાન બની રહી છે તેટલું જ નહીં અહીં ફરજ બજાવતો સ્ટાફ પણ જનતાને મદદ કરવા જાગૃત બની ખડેપગે કામ કરી રહ્યો છે. લોન બાબતે છેતરપિંડી આચરનાર વડોદરાના દંપત્તિને પકડવામાં પી.આઈ. જે.એન.પરમાર, પી.આઈ. એચ.એન પટેલ, પી.એસ.આઈ. બી.આર. ક્રિશ્ર્યિન, આર્મ.પોલીસ કોન્સ્ટેબલ અનિલભાઇ, નરેશભાઈ તેમજ સાયબર ક્રાઇમ પોલીસ મથકની ટીમને ગોધરા રેંન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ.ભરાડાનું માર્ગદર્શન રહ્યું હતું.

(તસવીર / અહેવાલ : વિજયસિંહ સોલંકી, પંચમહાલ)

Related posts

અજમેર બ્લાસ્ટ કેસમાં આરોપી સુરેશ નાયર ઝડપાયો

aapnugujarat

લક્ષ્ય સોશ્યલ સર્વિસ ફાઉન્ડેશન દ્વારા વિરમગામના પાણી ભરાયેલા વિસ્તારોમાં ભોજનનું વિતરણ કરાયું

aapnugujarat

અમદાવાદના વેજલપુરમાં ઓનર કિલિંગ : યુવકે બહેનના બોયફ્રેન્ડની હત્યા કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1