Aapnu Gujarat
રાષ્ટ્રીય

2 આતંકીઓને સુરક્ષા દળોએ ઠાર કર્યા

પોલીસે ગુરુવારે જણાવ્યું કે પુલવામાના મિત્રગામ વિસ્તારમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં વધુ એક આતંકવાદી માર્યો ગયો છે. પોલીસે આ માહિતી આપી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે સુરક્ષા દળોએ પુલવામાના મિત્રગામ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું.

તેમણે કહ્યું કે આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો જેના પછી એન્કાઉન્ટર શરૂ થયું. અધિકારીએ જણાવ્યું કે, એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો. આઈજીપી કાશ્મીર વિજય કુમારે જણાવ્યું હતું કે અત્યાર સુધી એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા બંને આતંકવાદીઓ માર્ચ-એપ્રિલ 2022 મહિનામાં જિલ્લામાં બહારના મજૂરો પર શ્રેણીબદ્ધ હુમલાઓમાં સામેલ હતા.

માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ એજાઝ હાફિઝ અને શાહિદ અયુબ તરીકે થઈ છે અને તેઓ અલ બદર આતંકી સંગઠન સાથે સંબંધ ધરાવે છે. અધિકારીએ કહ્યું કે આ બંને સ્થાનિક આતંકવાદી છે. પોલીસે બે AK-47 રાઈફલ પણ કબજે કરી છે. કાશ્મીરના પોલીસ મહાનિરીક્ષક (IGP) વિજય કુમારના જણાવ્યા અનુસાર, જૈશ-એ-મોહમ્મદ (JeM) સંગઠનના એક પાકિસ્તાની આતંકવાદી સહિત બે-ત્રણ આતંકવાદીઓ કોર્ડનની અંદર ફસાયેલા છે.

અગાઉ, કાશ્મીરના પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે કહ્યું હતું કે ઘેરામાં બેથી ત્રણ જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા છે. કુમારે ટ્વીટ કર્યું કે એન્કાઉન્ટરમાં એક સૈનિક ઘાયલ થયો છે. તેમણે કહ્યું કે, ફસાયેલા આતંકવાદીઓને જલ્દી ઠાર કરવામાં આવશે. તેમણે કહ્યું કે સામાન્ય નાગરિકોને ત્યાંથી હટાવવા માટે થોડા સમય માટે ઓપરેશન બંધ કરવામાં આવ્યું હતું.

Related posts

અવિશ્વાસ દરખાસ્ત પ્રશ્ને કેન્દ્ર પર દબાણ વધારવાની તૈયારી : અન્નાદ્રમુક પરિસ્થિતિનો લાભ ઉઠાવવા ઇચ્છુક

aapnugujarat

ગુડબાય ૨૦૧૮ : વેલકમ ૨૦૧૯

aapnugujarat

TN on terror alert; 2 suspects detained

aapnugujarat

Leave a Comment

UA-96247877-1