Aapnu Gujarat
રાષ્ટ્રીય

બન્નીના ગામોમાં લોકો નેસમાંથી મેલું પાણી પીવા મજબૂર

રણ પ્રદેશ હોવાના કારણે ઉનાળાની શરૂઆત સાથે જ કચ્છ જિલ્લાના સરહદીય વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા વિકટ બની રહી છે. તો ખેતીવાડી ઉપરાંત પશુપાલન પર મોટા ભાગે નિર્ભર આ પ્રદેશમાં પાણીની તંગીના કારણે લોકોને જીવન નિર્વાહ કરવું મુશ્કેલ બન્યું છે. તો ભુજ તાલુકાનો બન્ની વિસ્તાર જે પોતાના સફેદ રણ માટે જગવિખ્યાત છે, ત્યાં પણ અત્યારથી જ પાણીની સમસ્યા સર્જાય છે સાથે જ ગામના લોકો પાણી માટે ભારે સંધર્ષ કરી રહ્યાં છે. તો આ વિસ્તારના લોકો દર ઉનાળાની જેમ કૂવા જેવા નેસ ખોદી તેમાંથી પાણી પીવા મજબૂર બને છે. દર વર્ષે ઉનાળામાં કચ્છ જિલ્લામાં પાણીનો પોકાર ઉઠે છે. હજુ ઉનાળાની શરૂઆત થઈ તેવામાં કચ્છના છેવાડાના વિસ્તારમાં પાણીની સમસ્યા જોવા મળી રહી છે. જેમાં પશુધન માટે જાણીતા બન્ની પંથકમાં અત્યારથી પાણીની સમસ્યા વિકટ બની છે. બન્ની વિસ્તારના ભગાડીયા ગામમાં 2500 લોકોની વસ્તી છે તો સાથે જ 6500 જેટલું પશુધન છે. તેથી ગામમાં અત્યારથી જ ઘાસ અને પાણીની સમસ્યાLઇઊંI ઊભી થતાં માલધારીઓ ચિંતીત બન્યા છે. તો ગામમાં પાઇપલાઇન મારફતે પૂરતું પાણી ન આવતું હોવાથી લોકોને ગામમાં કૂવા જેવા નેસ ખોદી તેમાંથી પાણી ભરવાની ફરજ પડી રહી છે. ગામમાં જમીનની સપાટીથી થોડું નીચે જ પાણી મળી આવતા લોકો આ નેસ ખોદી તેમાંથી પાણી ભરવા મજબુર બન્યા છે. તો આ નેસમાં પાણી એટલું ગંદુ હોય છે કે સામાન્યપણે લોકો આવા પાણીથી હાથ પણ ધોવાનું પસંદ ન કરે પણ આ લોકો આવું પાણી પીવા મજબૂર બન્યા છે. ગામની મહિલાઓ ગામના સીમાડે આવેલા આ નેસ અને કુવામાંથી પાણી ભરીને પોતાના પરિવારોની તરસ પૂરી કરી રહ્યા છે. ધોમધમતા આકરા તાપમાં મહિલાઓ અને નાની નાની બાળકીઓને માથે પાણીની હેલ લઈ સીમાડાઓમાં રજળપાટ કરવું પડે છે. તો પોતાના અને પોતાના પશુઓનું જીવન નિર્વાહ કરવા અતિ આવશ્યક એવું પાણી પણ નસીબ ન થતું હોવાથી ગામના અનેક પરિવારોને હિજરત કરવાનો વારો પણ આવ્યો છે. ભૌગોલિક રીતે આ વિસ્તાર સૂકો મુલક છે ત્યારે ઉનાળામાં તો સ્થિતિ બદતર થઈ રહી છે.

Related posts

વિશ્વમાં ભારત સૈન્ય શક્તિમાં ચોથા સ્થાને

aapnugujarat

લાલૂને ૩૦ ઓગસ્ટ સુધી સેરેન્ડર કરવા આદેશ

aapnugujarat

स्मृति इरानी का राहुल पर तंज, क्या अमेठी सिंगापुर बन गई ?

aapnugujarat

Leave a Comment

UA-96247877-1