Aapnu Gujarat
ગુજરાત

સાબરમતી રીવરફ્રન્ટ પર ગ્રીન ચાદર પથરાશે

વડાપ્રાધન નરેન્દ્ર મોદી જ્યારે તત્કાલિન મુખ્યમંત્રી હતા ત્યારે તેમને રીવરફ્રન્ટનો પાયો નાખ્યો હતો અને આ મોડલ ખૂબજ વખણાયું છે. અમદાવાદ શહેરની મધ્યમાં આવેલી સાબરમતી નદી તેેના કારણે વધુ સુષોભીત લાગે છે પરંતુ તેને રળીયામણી બનાવવા અને રીવરફ્રન્ટને સુંદર અને ગ્રીન ચાદરમાં ફેરવવા માટે કોર્પોરેશન દ્વારા એક સાથે 3 લાખ વૃક્ષો એક વર્ષમાં વાવવામાં આવશે.
આ પહેલા આટલી મોટી સંખ્યામાં વૃક્ષો વાવવાનો ટાર્ગેટ આપવામાં નથી આવ્યો કેમ કે, છેલ્લા 10 વર્ષમાં રીવરફ્રન્ટની અંદર આટલા વૃક્ષો વાવવામાં આવ્યા છે ત્યારે આ ટાર્ગેટ આપવામાં આવતા નવી ગ્રીન ચાદર પથરાશે અને અમદાવાદની મધ્યમાં વૃક્ષોચ્છાદીત રમણીય વાતાવરણ તેનાથી જોવા મળશે.
આ ઉપરાંત ફૂટ ઓવર બ્રિજ જે રીવરફ્રન્ટ પર બનાવવામાં આવ્યો છે તે આગામી મહિને જ ખુલ્લો મુકવામાં આવશે. જે એક છેડાથી બીજા છેડે સારબરમતીને જોડે છે. આ ઉપરાંત અન્ય પ્રકારની એક્ટિવિટી પણ શરૂ કરવામાં આવશે જે રીવરફ્રન્ટ પર રહેશે, આગામી સમયમાં વેકેશન પડવાનું હોવાથી છેલ્લા બે વર્ષમાં ઘરમાં જ લોકોએ સમય વિતાવ્યો છે ત્યારે તેમના માટે આ નવી તકો નવી ફન ગેમ એક્ટિવિટીમાં જોવા મળશે.
આ ઉપરાંત આગામી સમયમાં રીવરફ્રન્ટને વધુ ફરવા લાયક અને અહલાદક બનાવવા માટેની તૈયારીઓ કોર્પોરેશનની છે.

Related posts

અમ્યુકોનું કોઇપણ નવા વધારાના કરવેરા વિનાનું ફુલગુલાબી બજેટ

aapnugujarat

सरसपुर में डेढ़ लाख से अधिक ने प्रसाद का आनंद लिया

aapnugujarat

સ્વયંસેવકોએ અંતરિયાળ વિસ્તારમાં જઇ જરૂરિયાતમંદ લોકોને લાભો મળે તેવા પ્રયત્નો કરવાનો અનુરોધ કરતા સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1