Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

વિશ્વમાં ભારત સૈન્ય શક્તિમાં ચોથા સ્થાને

ભારત દરેક ક્ષેત્રમાં પોતાનું નામ રોશન કરી રહ્યું છે. આર્થિક વૃદ્ધિની સાથે-સાથે ભારતની સૈન્ય શક્તિ વધારવા માટેના પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે. હવે તેનું પરિણામ પણ સામે આવી રહ્યું છે. દુનિયાભરના દેશો અને તેમની શક્તિઓનું આંકલન કરનારી સંસ્થા ગ્લોબલ ફાયર પાવર (જીએફપી) અનુસાર, ભારત સૈન્ય તાકાતનાં મામલામાં દુનિયાના ચોથા નંબરના સ્થાને છે. પાકિસ્તાન તરફથી ભારતને ભલે પરમાણું બોમ્બની ધમકીઓ આપવામાં આવતી હોય, પરંતુ જમીની હકીકતની વાત કરીએ તો સૈન્ય શક્તિના મામલામાં પાકિસ્તાન ભારતથી ખુબ પાછળ છે. આ લિસ્ટમાં પાકિસ્તાન શીર્ષ ૧૦ દેશોમાં પણ સામેલ નથી.
ગ્લોબલ ફાયર પાવરે ૨૦૧૮ના ઇન્ડેક્સ માટે ૧૩૬ દેશોની સૈન્ય તાકાતનું આકલન કર્યું. જેમાં દેશોની ભૌગોલિક સ્થિતિ, સાધન-સરંજામને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવાની ક્ષમતા, પ્રાકૃતિક સંસાધન અને ઔદ્યોગિક સમર્થનના આધારે દેશોનું રેન્કિંગ કરવામાં આવ્યું છે. તમને જણઆવી દઇએ કે, ફાયર પાવરે સૈન્ય તાકાત પર વિશ્લેષણમાં પરમાણુ હથિયારોને સામેલ નથી કર્યા. આ રિપોર્ટમાં બિંદુઓને આધાર માનવામાં આવ્યા છે. જેમા રક્ષા બજેટ, સૈન્ય સંસાધન, ઉદ્યોગ અને ભૌગોલિક સુવિધાઓ અને ઉપલબ્ધ જનશક્તિઓને સામેલ કરવામાં આવ્યા છે.
રિપોર્ટ અનુસાર, ભારત પાસે લડાકુ વિમાનની સંખ્યા ૨૦૦૦ થી પણ વધુ છે. એક્ટિવ આર્મી એટલે કે, સક્રિય સૈનિકની સંખ્યા ૧૩ લાખથી વધુ છે. ૨૮ લાખ રિઝર્વ જવાન પણ છે, જે જરૂરિયાત પડવા પર સૈન્યની મદદ કરવા માટે તૈયાર રહે છે. ભારતમાં ટેન્કોની સંખ્યા ૪૪૦૦ છે. સક્રિય યુદ્ધ જહાજોની સંખ્યા બે છે. ત્યાં જ પાકિસ્તાન દુનિયામાં ૧૩મી સૌથી મોટી સૈન્ય શક્તિ છે. પાકિસ્તાને ગત કેટલાક વર્ષોમાં ૨૦૧૭માં પોતાની શક્તિમાં વૃદ્ધિ કરી છે. અને ૧૫ દેશોની સૂચિમાં સ્થાન બનાવી લીધુ છે. ૨૦૧૭ પહેલા પાકિસ્તાન ટૉપ ૧૫ દેશોની લિસ્ટમાં પણ સામેલ નહતું.

Related posts

गुजरात चुनाव के बाद एक और फेरबदल की संभावना : जेडीयु के अलावा सहयोगी दलो को मौका

aapnugujarat

कांग्रेस असमंजस में : राज बब्बर और अजहरुद्दीन ने खड़ी की अजब उलझन

aapnugujarat

कोयंबटूर में दीवार गिरने से 15 लोगों की मौत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1