Aapnu Gujarat
ગુજરાત

નારોલ-અસલાલી હાઇવે પર કારે ઓટોરિક્ષાને ટક્કર મારતા પાંચ લોકોના થયેલ મોત

શહેરના નારોલ-અસલાલી હાઇવે પર રાત્રે હ્યુન્ડાઇ ક્રેટા એસયુવી કાર બેફામ ઝડપે એક ઓટોરીક્ષાને એટલી જોરદાર ટક્કર મારી હતી કે, રીક્ષાનો ભુક્કો બોલી ગયો હતો અને અંદર બેઠેલા પાંચ મુસાફરોના કરૂણ મોત નીપજયા હતા. જયારે અન્ય ચારને ગંભીર ઇજા થતાં તેઓને વી.એસ.હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. એકસાથે પાંચ લોકોના મોતની ઘટનાથી લોકોમાં ભારે અરેરાટીની લાગણી ફેલાઇ જવા પામી હતી. અકસ્માત બાદ ગભરાયેલો કારનો ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો. અકસ્માતના બનાવની જાણ થતાં અસલાલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. પોલીસે આરોપી કારચાલક વિરૂધ્ધ જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતના આ બનાવની વિગત એવી છે કે, ગઇ મોડી રાત્રે એક ઓટોરીક્ષાચાલક તેની રીક્ષામાં ૯ જેટલા પેસેન્જર ભરીને નારોલથી અસલાલી ગામ તરફ જઇ રહ્યો હતો ત્યારે અસલાલી ગામ જવાના ત્રણ રસ્તા પાસે વળાંકમાં ખેડા રોડ પર સામેથી બેફામ ઝડપે માતેલા સાંઢની જેમ આવતી ક્રેટા કારના ચાલકે તેની કાર પરનો કાબૂ ગુમાવી રીક્ષાને જબરદસ્ત રીતે ટક્કર મારી ફંગોળી હતી. રીક્ષાની ટક્કર એટલી જોરદાર અને ખતરનાક હતી કે, રીક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને અંદર બેઠેલા મુસાફરો પૈકી બે જણાંના તો ઘટનાસ્થળે જ મોત નીપજયા હતા, જયારે બાકીના મુસાફરોને ગંભીર ઇજા પામેલી હાલતમાં વીએસ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા, જયાં વધુ ત્રણ જણાંના મોત નીપજયા હતા. અકસ્માત એટલો જોરદાર હતો કે, ક્રેટા કારનો આગળનો ભાગ પણ કચ્ચરઘાણ વળી ગયો હતો અને ગભરાઇ ગયેલો કારનો ચાલક કાર ત્યાં જ મૂકી ફરાર થઇ ગયો હતો. રીક્ષાના ઇજાગ્રસ્ત બાકીના મુસાફરોની હાલ સારવાર ચાલી રહી છે. જો કે, અકસ્માતના બનાવ બાદ લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકત્ર થઇ ગયા હતા. અકસ્માતમાં પાંચ લોકોના કરૂણ મોતના સમાચારને પગલે સૌકોઇમાં અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી. બનાવની જાણ થતાં અસલાલી પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આરોપી કારચાલક વિરૂધ્ધ જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

આગામી ત્રણ દિવસમાં વડોદરા જિલ્લાના ૧૬૭ ગામોમાં નર્મદા રથયાત્રા પરિભ્રમણ કરશે  

aapnugujarat

શહેરા તાલુકાના લાભી ગામે કાચા રસ્તાથી ગ્રામજનોને હાલાકી

editor

રાજ્ય સરકાર પછાત વર્ગના કલ્યાણ માટે સંપૂર્ણ કટિબદ્ધ : ઈશ્વર પરમાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1