Aapnu Gujarat
રાષ્ટ્રીય

મુંબઈમાં અવરિત વરસાદ જારી : નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય : જનજીવન અસ્તવ્યસ્ત

દેશના વાણિજ્ય પાટનગર મુંબઇમાં ભારે વરસાદ આજે પણ જારી રહેતા જનજીવન પર પ્રતિકુળ અસર થઇ હતી. નીચાણાવાળા વિસ્તારોમાં રહેતા લોકોને છેલ્લા કેટલાક દિવસથી ભારે મુશ્કેેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે અવિરત વરસાદ જારી રહ્યો છે. મુંબઇમાં લાઇફ લાઇન સમાન ગણાતી મુંબઇની લોકલ ટ્રેન સેવાને પણ પ્રતિકુલ અસર થઇ છે. કારણ કે કેટલીક જગ્યાએ ટ્રેક પર પાણી ભરાઇ ગયા છે. સાવચેતીના પગલારૂપે ટ્રેનોની ગતિ ધીમી કરી દેવામાં આવી છે. મુંબઇ શહેરના કેટલાક ભાગોમાં તો જળબંબાકારની સ્થિતી સર્જાઇ ગઇ છે.
પાણીનો નિકાલ કરવા માટે ૭૯ પંપનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જે પૈકી મુંબઇ શહેરમાં ૩૮ પંપનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પૂર્વીય વિસ્તારમાં ૨૬ અને પશ્ચિમી મુંબઇ વિસ્તારમાં ૧૫ પંપનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બીએમસી દ્વારા સાવચેતીના પગલારૂપે પહેલાથી જ ૩૧૩ પાણીનો નિકાલ કરતા પંપ મુકી દીધા છે. દાદર, વિખરોલી, કુરલા, અંધેરી, બાન્દ્રા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. કોલાબા અને શાન્તાક્રુઝમાં નોંધનીય વરસાદ થયો છે. ભાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતી સર્જાઇ ગઇ છે. ગાંઘી માર્કેટ અને દાદરમાં તિલક બ્રિજ નજીક પાણી ભરાઇ ગયા છે. છથી વધારે વૃક્ષો ધરાશાયી થયા છે. બીજી બાજુ મુંબઇમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. સાથે સાથે દરિયામાં ઉંચા મોજા ઉછળવાની ચેતવણી જારી કરવામાં આવી છે. જેથી નાગરિકોને દરિયા કિનારાથી દુર રહેવા માટે ચેતવણી આપવામાં આવી છે. દરિયામાં ૪.૮૧ મીટર ઉંચા મોજા ઉછળવાની ચેતવણી જારી કરવામાં આવી છે. મુંબઈના હિંદમાતા અને મલાડ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. નવી મુંબઈ, જોગેશ્વરી, વિલા પાર્લે અને માલવણીમાં પણ લોકો મુશ્કેલીમાં રહ્યા હતા. ચોમાસુ ઝડપથી ઉત્તર ભારત તરફ વધી રહ્યું છે. રાજસ્થાનમાં ચારથી પાંચ દિવસમાં મોનસુનની એન્ટ્રી થઇ શકે છે. મધ્યપ્રદેશમાં મોનસુનની શરૂઆત થઇ ચુકી છે.
મુંબઈમાં વરસાદના કારણે જનજીવન ખોરવાયેલું રહ્યું હતું. મુંબઈ, થાણે, નાસિક અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા વરસાદે આજે જોર પકડ્યું હતું. મુંબઇમાં મોટાભાગની લોકલ ટ્રેનો ૨૫થી ૩૦ મિનિટ મોડી દોડી રહી છે. વિરારમાં દરિયા કિનારે જોરદાર મોજા ઉછળ્યા હતા.

Related posts

कश्मीर में आतंकवाद के लिए कांग्रेस और नेशनल कॉन्फ्रेंस जिम्मेदार : राम माधव

aapnugujarat

फिर महंगा हुआ LPG सिलेंडर

editor

पाक को आतंकवाद संबंधी वैश्विक चिंताओं को दूर करना चाहिए : भारत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1