Aapnu Gujarat
Uncategorized

જેતપુર તાલુકા કક્ષાનો ૭૧મો વન મહોત્સવ ઉજવાયો

રાજકોટ જિલ્લાની સામાજીક વનીકરણ જેતપુર તાલુકા કક્ષાના ૭૧માં વન મોહત્સવ નિમિતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પર્યાવરણ બચાવો, વન્ય પ્રાણી વિશે અને પર્યાવરણની જાગૃતિ લાવવા માટે જણાવવામાં આવ્યું હતું. વર્ષ ૧૯૫૦માં કનૈયાલાલ મુનશીએ વન અને પર્યાવરણના મિનિસ્ટર હતા ત્યારે પર્યાવરણને બચાવું હોય તો લોકોમાં જાગૃતિ ફેલાવી જોઈએ અને તેમનો સાથ સહકાર મેળવી પર્યાવરણ બચાવી શકાય, માત્ર વન વિભાગ નહીં કરી શકે જેથી કરીને લોકોની સહભાગી હશે તેથી તેમણે વન મહોત્સવની શરૂવાત કરી હતી. આજે ૭૧મા વન મોહત્સવની ઉજવણી કરવામાં આવી હતી. પર્યાવરણ બચાવોનો ખાસ ઉદ્દેશ્ય આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રાજકોટ ડ્રિસ્ટિક બેંકના ડિરેક્ટર, નગરપાલિકા પ્રમુખ, માજી કેબિનેટ મંત્રી, નગરપાલિકાના સદસ્યો, તાલુકા વિકાસ અધિકારી સહિતનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


(અહેવાલ / વિડિયો :- જયેશ સરવૈયા, જેતપુર)
(તસવીર :- રાજન ભખોત્રા, જેતપુર)

Related posts

આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ તરીકે રમેશભાઈ મેરની નિમણૂકતા , AAP ના કાર્યકરોમાં ખુશીનો માહોલ

editor

કાંકરેજ તાલુકા પંચાયત કચેરી ખાતે નવા તાલુકા વિકાસ અધિકારી એ ચાર્જ સંભાળ્યો

editor

કાજોલ ફિલ્મ નિર્માણમાં ભાગ્ય અજમાવવા સજ્જ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1