Aapnu Gujarat
Uncategorized

કાજોલ ફિલ્મ નિર્માણમાં ભાગ્ય અજમાવવા સજ્જ

બોલિવુડની અભિનેત્રી કાજોલ સપ્ટેમ્બર મહિનામાં હોમ પ્રોડક્શન લોંચ કરવા માટે તૈયાર છે. સાથે સાથે આશા વ્યક્ત કરી છે કે આગામી વર્ષની શરૂઆતમાં પ્રથમ ફિલ્મ શરૂ કરી દેશે. કાજોલ છેલ્લા કેટલાક સમયથી પોતાના પ્રોડક્શન હાઉસને ખોલવાની યોજના ધરાવતી હતી. જો કે હજુ સુધી આ કામ શરૂ કરાયુ ન હતુ. હવે કાજોલ મક્કમ બની ચુકી છે. તે આગામી વર્ષે પ્રથમ ફિલ્મ પર કામ શરૂ કરી દેશે. હાલમાં કાજોલ પોતાની પ્રથમ તમિળ ફિલ્મ વીઆઇપી-૨ ફિલ્મની રજૂઆતને લઇને રાહ જોઇ રહી છે. આ ફિલ્મમાં તેની સાથે ધનુષ કામ કરી રહ્યો છે.પોતાના હોમ પ્રોડક્શન અંગે વાત કરતા કાજોલે કહ્યુ છે કે તે હવે હોમ પ્રોડક્શન શરૂ કરવા જઇ રહી છે. સપ્ટેમ્બર મહિનામાં આને લોંચ કરવામાં આવે તેવી શક્યતા છે. તેનુ કહેવુ છે કે ફિલ્મ પ્રોડક્શન હાઉસને લઇને તે આશાવાદી છે. જો કે કાજોલે વાત કરતા કહ્યુ છે કે તેનો આગામી પ્રોજેક્ટ શુ રહેશે તેને લઇને તે કોઇ નિર્ણય પર હજુ સુધી પહોંચી શકી નથી. કાજોલ વીઆઇપી-૨ ફિલ્મની સાથે ૨૦ વર્ષના લાંબા ગાળા બાદ તમિળ સિનેમામાં વાપસી કરી રહી છે. તેનુ કહેવુ છે ક વાપસીને લઇને ચાહકો કેવો પ્રતિસાદ આપે છે તે બાબતને લઇને તે ટેન્શનમાં છે. કાજોલે કહ્યુ છે કે દક્ષિણ ભારતની ફિલ્મોમાં તમામ લોકો તેનુ સ્વાગત કરી રહ્યા છે. દક્ષિણ ભારતના કલાકારો તેના પ્રત્યે હકારાત્મક વલણ અપનાવી રહ્યા છે.  દક્ષિણ ભારતની ફિલ્મો હિન્દી ફિલ્મો કરતા જુદા પ્રકારની ફિલ્મો હોય છે. કાજોલે વિતેલા વર્ષોમાં હિન્દી ફિલ્મોમાં ભારે લોકપ્રિયતા મેળવી હતી. ખાસ કરીને શાહરૂખ ખાન સાથે તેની તમામ ફિલ્મોની પ્રશંસા થઇ હતી. શાહરૂખ સાથે કાજોલ અનેક ફિલ્મોમાં નજરે પડી હતી.

Related posts

ધ્રાંગધ્રા રણકાંઠાના અભ્યારણ્ય વિસ્તારમા સાંઢાનો શિકાર કરતો એક શખ્સ ઝડપાયો

editor

ઉનાકાંડ કેસ : ૧૧ દોષિતોને જીવે ત્યાં સુધી આજીવન કેદ : દલિત સમાજમાં ન્યાય મળ્યાંની લાગણી

aapnugujarat

८९ विधानसभा सीटों के चुनाव के लिए प्रचार आज शाम से शांत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1