Aapnu Gujarat
ગુજરાત

પાવીજેતપુર : સુખી કોલોની પાસે યુવકનું અકસ્માતમાં મોત

પાવીજેતપુર તાલુકાના રાયપુર તેમજ વાંકી ગામના બે યુવાનો બાઇક લઇ પાવીજેતપુર આવ્યા હોય, કામ પતાવી પરત જતા હતા તે સમયે પાવીજેતપુર સુખી કોલોની પાસે બાઇક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા રોડની બાજુના ઇંટોના ઢગલામાં અથડાતા પાછળ બેઠેલા વાંકીના યુવાનનું કરૂણ મોત નિપજ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ રાયપુર ગામના અરવિંદ હીરાભાઇ રાઠવા બાઇક જી.જે.-૦૬- બી.ડી.-૧૭ ૧૧ લઇને ઘરેથી સાડા ત્રણેક વાગ્યે નીકળ્યા હોય વાંકી ગામે જઇ પોતાના મિત્ર વિનોદ બચુભાઇ નાયકાને બેસાડી પાવીજેતપુર મુકામે આવ્યા હોય બજારમાં કામ પતાવીને સાડા ચારેક વાગ્યાના અરસામાં ઘરે પરત જઈ રહ્યા હતા તે સમયે સુખી કોલોની પાસે સામેથી ટ્રક આવતા અરવિંદે ગાડી ઉપરનો કાબુ ગુમાવી દેતા મોટરસાયકલ રોડની જમણી સાઇડે ઇંટોના ઢગલામાં નીચે ઉતરી ગયેલા અને અકસ્માત સર્જાયો હતો જેમાં વિનોદ ઉછળીને આગળ આવી ઇંટો પડેલ હોય ત્યાં ભયંકર રીતે અથડાયેલ તેમજ અરવિંદને પણ માથામાં વાગેલ પરંતુ વિનોદ નાયકાને માથાના ભાગે ગંભીર ઇજા થવા પામી હતી. બંન્નેને તાત્કાલીક ૧૦૮માં પાવીજેતપુર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા હતાં જ્યાં વિનોદને તબીબી તપાસ હાથ ધરાયા બાદ મૃત જાહેર કરવામાં આવ્યાં હતાં.
(તસવીર / અહેવાલ :- ઈમરાન સિંધી, પાવીજેતપુર)

Related posts

ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજાપુર ગાયત્રી મંદિર ખાતે યજ્ઞ યોજાયો

editor

જનવિકલ્પ પક્ષના એક પણ ઉમેદવારે ઉમેદવારી ન કરી

aapnugujarat

જાતિવાદ ઝેર ફેલાવ્યા પછી ઉપવાસ કરવાનો શું અર્થ છે : પંડ્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1