Aapnu Gujarat
ગુજરાત

જનવિકલ્પ પક્ષના એક પણ ઉમેદવારે ઉમેદવારી ન કરી

પૂર્વ મુખ્યમંત્રી કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને ભાજપને મદદ કરવા માટે જન વિકલ્પ નામના પક્ષની સ્થાપના કર્યા બાદ સૌ પ્રથમ પત્રકાર પરિષદમાં શંકરસિંહ વાઘેલાએ એ જાહેરાત કરી હતી કે તેમનો નવો પક્ષ જન વિકલ્પ ગુજરાતમાં ત્રીજો મોરચો રચશે અને અન્ય પક્ષો સાથે રહીને ગુજરાત વિધાનસભાની બધી બેઠકો ઉપર ઉમેદવારો ઉભા રાખી સરકારની રચના કરશે. વિધાનસભાના બે તબક્કામાંથી પ્રથમ તબક્કાની ૮૯ બેઠકોનું ઉમેદવારીપત્રકો ભરવાનું કામ ગઇકાલે ૨૧ તારીખે પુરૂ થયુ હતું. આ ૮૯ બેઠકોમાંથી જન વિકલ્પ પક્ષના એક પણ ઉમેદવારે જન વિકલ્પ પક્ષના નામે ઉમેદવારી પત્રક ભર્યું નથી પ્રથમ તબકકાના ૮૯ ઉમેદવારોના ઉમેદવારીપત્રકો ભરવાનું કામ પુરૂ થયું હોવા છતાં એક પણ ઉમેદવાર તરફથી જન વિકલ્પ પક્ષના નામે ઉમેદવારી પત્રક ભરવામાં આવ્યું નથી. તો હવે ગુજરાતમાં ત્રીજો મોરચો રચીને બધી ૧૮૨ બેઠકો ઉપર ઉમેદવારો ઉભા રાખવાની જાહેરાત કરનાર શંકરસિંહ વાઘેલા હવે સરકારની રચના કેવી રીતે કરશે. આમ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યા બાદ શરૂઆતમાં ભાજપની સાથે રહીને સાંઠગાઠ કરનાર અને આર્થિક મદદ મેળવીને ગુજરાતભરમાં જન વિકલ્પ પક્ષના નામે જાહેરાતના બોર્ડ લગાવનાર શંકરસિંહ વાઘેલા હવે કેવી રીતે સરકારની રચના કરશે. હવે બીજા તબક્કાની ૯૩ બેઠકોના ઉમેદવારીપત્રકો ભરવાનું કામ શરૂ થઇ ગયુ છે. ગુજરાતમાં બે મોટા પક્ષ ભાજપ અને કોંગ્રેસ દ્વારા તેમના ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી છે. આવી જાહેરાત શંકરસિંહ વાધેલા જન વિકલ્પ પક્ષના ઉમેદવારોની યાદીની જાહેરાત કરીને કરી નથી. આથી હવે ૧૮૨ ઉમેદવારો તો ઠીક એક પણ ઉમેદવાર ઉભો રાખી શકશે નહીં આમ બહુ ગાજતા અને અવારનવાર પત્રકાર પરિષદ બોલાવીને જન વિકલ્પ પક્ષના ઉમેદવારો માટે તથા ગુજરાતમાં અન્ય પક્ષો સાથે રહીને ત્રીજા મોરચાની રચના કરીને બહુમતિ મેળવીને સરકારની રચના કરવાના સપના સેવતા શંકરસિંઘ વાઘેલા એક પણ ઉમદવાર ઉભા રાખી શકયા નથી અને તેમને માટે કોઇ ઉમેદવાર ઉમેદવારીપત્રક ભરવા માટે પણ તૈયાર નથી. બીજીબાજુ કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા ધારાસભ્યોમાંથી કેટલાક સભ્યોને ભાજપે ઉમેદવાર બનાવ્યા છે. પરંતુ જસદણના ભોળાભાઇ ગોહિલ કે જેમનો રાજયસભાની ચુંટણીમાં મત રદ કરવામાં આવ્યો હતો તેમને જ ભાજપે તેમના પોતાના પક્ષમાં ભાજપના ઉમેદવાર તરીકે સ્વીકાર્યા નથી. આમ શંકરસિંહ વાઘેલાની સાથે રહેલા ઘારાસભ્યોને પણ ફરીવાર ઉમેદવાર બનાવવામાં આવ્યા નથી.તેવા આ ધારાસભ્યો પણ હવે શંકરસિંહ વાઘેલાની ભારે ટીકા કરી રહ્યાં છે કે શંકરસિંહ વાઘેલા તો ડુબ્યા પણ અમને પણ ડુબાડયા.

Related posts

ગીરમાં વન વિભાગે ૫૦૦થી વધુ કૃત્રિમ વોટર પોઈન્ટસ તૈયાર કર્યા

aapnugujarat

૪૫૦૦ કરોડના હેરોઇન કેસમાં વધુ બેની ધરપકડ

aapnugujarat

કેનેડા માટે અમદાવાદમાં બોગસ એપોઇન્ટમેન્ટ લેટર બનાવતી ટોળકીનો પર્દાફાશ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1