Aapnu Gujarat
બિઝનેસ

૫૩ હજારને પાર પહોંચ્યું સોનુ

મજબૂત માંગને કારણે સટોડિયાઓએ લેટેસ્ટ સોદાની લેવાલી કરી, જેનાથી વાયદા બજારમાં શુક્રવારે સોનું ૬૪૫ રૂપિયાની તેજીની સાથે ૫૩,૪૨૫ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ થઈ ગયું છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જમાં ઓક્ટોબર મહિનામાં ડિલીવરી સોનું અનુબંધની કિંમત ૬૪૫ રૂપિયા એટલે કે ૧.૨૨ ટકાની તેજીની સાથે ૫૩,૪૨૫ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ થઈ ગઈ છે. તેમાં ૧૬,૬૦૯ લોટની સાથે વેપાર થયો છે. માર્કેટ વિશ્લેષકોએ કહ્યું કે, વેપારીઓ દ્વારા તાજા સોદાની લેવાલી કરવાથી સોનુ વાયદા કિંમતોમાં તેજી આવી છે. ન્યૂયોર્કમાં સોનુ ૧.૪૫ ટકાની તેજીની સાથે ૧૯૯૫.૩૦ ડોલર પ્રતિ ઔંસ થઈ ગયું છે. કોવિડ ૧૯ મહામારીને કારણે મધ્યપ્રદેશમાં જ્વેલરીના ખરીદ-વેચાણમાં ૮૦ ટકાનો ભારે ઘટાડાનો દાવો કરતા અસંગઠિત સર્રાફા ઉદ્યોગના કારોબારીઓએ તહેવારી મોસમ પહેલા ડિજીટલ રસ્તો અપનાવવાનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત કારોબારી મોબાઈલ એપ અને વેબસાઈટના માધ્યમથી પોતાના ઉત્પાદક વેચશે.મધ્યપ્રદેશના સર્રાફા એસોસિયેશનના સચિવ સંતોષ સર્રાફાએ શુક્રવારે જણાવ્યું કે, કોવિડ ૧૯ના જાહેર સંકટને કારણે માર્ચની સરખામણીમાં જુલાઈમાં અમારો કારોબાર ૮૦ ટકા સુધી પડી ભાંગ્યો છે. રૂપિયાની તંગીને કારણે મોટાભાગના ગ્રાહકો લગ્ન-પ્રસંગ માટે જ્વેલરી ઓર્ડર રદ કરી રહ્યાં છે.
સર્રાફાએ જણાવ્યું કે, મહામારીના મુશ્કેલ સમયમાં સટોડિયાઓએ સોના-ચાંદીના ભાવોને કૃત્રિમ રૂપમાં નવી ઉંચાઈઓ પર પહોંચાડી દીધા છે. પરિણામે આ મોંઘી ધાતુઓની જ્વેલરી સામાન્ય ગ્રાહકોની પહોંચથી વધુ દૂર ગઈ છે.તેઓએ જણાવ્યું કે, તેમનું સંગઠન પોતાના અંદાજ ૨૫૦૦૦ માંથી અંદાજે ૭૦૦૦ સદસ્યોના તૈયાર દાગીનાઓને ડિજીટલ પ્લેટફોર્મ પર જલ્દી જ રજૂ કરવા જઈ રહ્યાં છે. જેથી વિરુદ્ધ પરિસ્થિતિમાં વેપાર બચાવી શકાય. તેના માટે મોબાઈલ એપ અને વેબસાઈટ તૈયાર કરવામાં આવી છે.આ વચ્ચે મધ્ય ભારતમાં સર્રાફા કારોબારનો ગઢ ગણાતા ઈન્દોરમાં કોરોના વાયરસના કારણે જ્વેલરી બનાવવાના ઉદ્યોગની ચમક ધીમી પડી ગઈ છે. આ ઉદ્યોગ સાથે જોડાયેલ મોટાભાગના કારીગરો પશ્ચિમ બંગાળના રહેનારા છે. પશ્ચિમ બંગાળ મૂળના કારીગરોની સંસ્થા ઈન્દોર બંગાળી સ્વર્ણકાર લોકસેવા સમિતિના અધ્યક્ષ કમલેશ બેરાએ જણાવ્યું કે, શહેરમાં ગત ચાર મહિના દરમિયાન કોવિડ ૧૯ ના પ્રકોપની સાથે જ કામ-ધંધો ઠપ પડી જવાને કારણે અંદાજે ૧૮૦૦૦ કારીગરોમાંથી ૧૪૦૦૦ લોકો પશ્ચિમ બંગાળમાં પોતાના ઘરોમાં પરત ફરી ચૂક્યા છે.

Related posts

એચ-૧બી વીઝામાં નિયંત્રણથી અમેરિકી કંપનીઓની જ થશે ઉંઘ હરામ

aapnugujarat

એસ્ટ્રોન આઈપીઓ ૧૫મીએ ખુલશે : વેપારીઓ ઉત્સુક

aapnugujarat

મોદીના કાર્યકાળમાં શેર બજારમાં ૧૩ ટકાનો વધારો : સુરેશ પ્રભુ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1