Aapnu Gujarat
ગુજરાત

આશિષ ભાટિયાની ગુજરાતના નવા ડીજીપી તરીકે વરણી

ગુજરાતના હાલતના ડીજીપી શિવાનંદ ઝા શુક્રવારે સેવા નિવૃત થઈ રહ્યા છે ત્યારે તેમની જગ્યાએ આઇપીએસ આશિષ ભાટીયાની ગુજરાતના નવા ડીજીપી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી ગુજરાતના નવા ડીજીપી અંગેની અટકળોનો અંત આવ્યો છે. અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર તરીકે ફરજ બજાવતા આશિષ ભાટિયાને ગુજરાતના ડીજીપી તરીકે નિમણૂક કરવામાં આવી છે. જોકે, ડીજીપી માટે ગુજરાત રાજ્ય સરકારે કેન્દ્રીય જાહેર સેવા આયોગને નવા ડીજીપી માટે નામોની યાદી મોકલી આપી હતી.ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૮માં મુખ્ય ઈન્ચાર્જ ડીજીપી પ્રમોદકુમાર નિવૃત થતાં સરકારે નવા ડીજીપી તરીકે શિવાનંદ ઝાના નામ પર પસંદગી કરાઈ હતી. એપ્રિલ-૨૦૧૬માં રેગ્યુલર મુખ્ય ડીજીપી પી.સી. ઠાકુરને અચાનક જ કેન્દ્રમાં પ્રતિનિયુક્તિ ઉપર મોકલાયાં હતાં. આ પછી પી.પી. પાન્ડેય, ગીથા જોહરી અને પ્રમોદકુમાર એમ ત્રણ આઇપીએસ ‘ઈન્ચાર્જ’ ડીજીપી તરીકે નિવૃત્ત થયાં છે. ૨૦૧૬થી ગુજરાતમાં કાર્યરત સિનિયર આઇપીએસ અધિકારીઓ સિનિયર મોસ્ટ આઇપીએસને જ મુખ્ય ડીજીપી પદે મુકવાનો આગ્રહ રાખતાં રહ્યાં છે અને સરકાર તેનો અમલ કરતી રહી છે.રાજ્યમાં હાલ ૧૯૮૩ની બેચના સૌથી સિનિયર આઇપીએસ તરીકે શિવાનંદ ઝા છે. શિવાનંદ ઝા અગાઉ લાંબા સમય માટે સુરત અને અમદાવાદ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે અને લૉ એન્ડ ઓર્ડર ઉપર તેમની પકડ જબરજસ્ત હોવાનું પોલીસ સૂત્રોનું કહેવું છે. મહત્વની વાત તો એ છે કે પી.સી.ઠાકુર બાદ છેલ્લા ૩ વર્ષથી ગુજરાત રાજ્યમાં રેગ્યુલર ડીજીપીની પોસ્ટિંગ કરવામાં આવી નથી. પરંતુ શિવાનંદ ઝાને ગુજરાત રાજ્યના ૩૭ મા રેગ્યુલર ડીજીપી બનાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.૧૯૮૫ની બેચના આઇપીએસ અધિકારી અન્ય બંને અધિકારીઓ કરતા જુનિયર હોવા છતાં ડીજીપીની રેસમાં આગળ હતા. કારણ કે બીજા બંને અધિકારીઓ અત્યારે કેન્દ્રીય સ્તરે ડેપ્યુટેશન ઉપર ફરજ બજાવી રહ્યા છે. તેઓ સરકારની ગુડ બુકમાં હોવાનું કહેવાય છે. તેઓ મે ૨૦૨૨ સુધી ડીજીપીની પોસ્ટ ઉપર રહેશે. અમદાવાદના પોલીસ કમિશ્નર તરીકે પણ કામગિરી કરી છે.

Related posts

UKનાં વિઝા ના મળતાં ચરોતરના યુવકે જીવન ટૂંકાવી લીધું

aapnugujarat

પેરાઓલિમ્પિકના ખેલાડીઓ અને સહાયકોને મોરારિબાપુ દ્વારા અનોખુ પ્રોત્સાહન

editor

ન્યુઝપ્રિન્ટ પર જીએસટી : સરકારની ૭૫૫ કરોડની આવક માટે ૧.૫ લાખ પરિવારોનું ૧૮૦૦ કરોડનું નુકશાન..?

aapnugujarat

Leave a Comment

UA-96247877-1