Aapnu Gujarat
રાષ્ટ્રીય

ટીવી એન્કર પ્રિયા જુનેજાએ આત્મહત્યા કરી

મનોરંજન જગત માટે લોકડાઉનનો ગાળો બહુ આંચકાજનક રહ્યો છે આ દરમિયાન અનેક સેલિબ્રિટીએ તેના ચાહકોનો સાથ છોડ્યો છે કોઇકનું કોરોનાને કારણે મોત થયું છે તો કોઇનું કુદરતી મોત થયું છે અને અનેક સેલિબ્રિટી એવી પણ છે જેણે આત્મહત્યાનો માર્ગ પકડ્યો છે જેમાં વધુ એક જાણીતી હસ્તીનો ઉમેરો થયો છે.
એક ટીવી ચેનલમાં કામ કરનારી એન્કર પ્રિયા જુનેજાએ આત્મહત્યા કરી લીધી છે. રિપોટ્‌ર્સ મુજબ, હજુ સુધી સ્પષ્ટ થયું નથી કે પ્રિયાએ આ પગલું કેમ ભર્યું છે.
પ્રિયાને ઓળખતા કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર પોતાની ભાવનાઓ વ્યક્ત કરી છે. એક વ્યક્તિએ લખ્યું છે કે, આવું કોઈપણ પગલું ભરતા પહેલા મિત્રો અને સગા-સંબંધી જોડે વાત કરવાની હતી.
પ્રિયા ન્યૂઝ એન્કરની સાથે એક સારી મોડલ પણ હતી. પ્રિયાના મોતના કારણો અંગે હજુ સુધી કોઈ જાણકારી સામે આવી નથી. પરંતુ પ્રિયાના આત્મહત્યાના સામચારને કારણે મીડિયા ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છે.

Related posts

Daughter entitled to have equal rights in parental property : SC

editor

उपराष्ट्रपति के चुनावी की तैयारीः वेंकैया द्वारा नामांकन पत्र दाखिल

aapnugujarat

શિવસેનાને મહારાષ્ટ્રમાં ૨૩ બેઠકોમાંથી ૧૦ બેઠકો પણ નહીં મળે, રાણેએ કર્યો દાવો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1