Aapnu Gujarat
ગુજરાત

ન્યુઝપ્રિન્ટ પર જીએસટી : સરકારની ૭૫૫ કરોડની આવક માટે ૧.૫ લાખ પરિવારોનું ૧૮૦૦ કરોડનું નુકશાન..?

કેન્દ્ર સરકારે સૌ પ્રથમ વાર ન્યુઝ પ્રિન્ટ કે જે પ્રિન્ટ મધ્યમ નો પ્રાણ છે તેના પર ૫ ટકા જીએસટી નાંખ્યા બાદ દેશમાં વિભિન્ન ભાષાના અને અલગ અલગ રાજ્યોના લઘુ અને મધ્યમ કક્ષાના અંદાજે ૯ હાજર ૫૦૦ અખબારો બંધ થવાની તૈયારીમાં છે અને તેનાથી અઢી લાખ પરિવારોને સીધી અસર થવાની છે. તે જોતા ન્યુઝ પ્રિન્ટ પર ૫ ટકા જીએસટી થી સરકારને ૭૫૫ કરોડ ની આવક સામે જો આ ૯૫૦૦ લઘુ અને મધ્યમ અખબારો બંધ પડી ગયા તો અઢી લાખ લોકોને અંદાજે ૧૮૦૦ કરોડની આવક ગુમાવવી પડે તેમ છે. તેથી ન્યુઝ પ્રિન્ટ પર ૫ ટકા જીએસટી દુર કરી ને સરકારે લઘુ અને મધ્યમ કક્ષાના અખબારોના અઢી લાખ લોકો ને બેકારીના ખપ્પરમાં જતા રોકવા જોઈએ. ૧૨ મહીને જીએસટી ની અંદાજે ૧૦ થી ૧૨ લાખ કરોડની આવકમાં જો ૭૫૫ કરોડ ની આવક જતી કરવામાં આવે તો તેમાં સરકારે કાઈ ગુમાવવા જેવું નથી એવી પણ એક લાગણી લઘુ અને મધ્યમ અખબારોમાં પ્રવર્તી રહી છે.
લઘુ અને મધ્યમ અખબારો સાથે સંકળાયેલા સુત્રો ના જણાવ્યાં પ્રમાણે,૯૫૦૦ લઘુ અને મધ્યમ કક્ષાના દૈનિક અખબારો નું રોજ નું કુલ મળીને ૨૭ કરોડ નકલોનો ફેલાવો છે. આ દૈનિક અખબારો પર અંદાજે અઢી લાખ એવા પરિવારોની રોજી રોટીનો આધાર છે કે જેઓ મધ્યમ અને નિમ્ન વર્ગોમાંથી આવે છે. અત્યારસુધી ન્યુઝ પ્રિન્ટ પર કોઈ ટેક્ષ લાગતો નહોતો. એનડીએ સરકારના નાણામંત્રી અરુણ જેટલીએ ન્યુઝ પ્રિન્ટ પર ૫ ટકા જીએસટી લાદી ને જે પગલું ભર્યું તેનાથી કેન્દ્ર ની તિજોરી ને વર્ષે માત્ર ૭૫૫ કરોડ ની જ આવક થવાની છે. જેની સામે જો આ અખબારો બંધ પડ્યા તો અઢી લાખ લોકોને એક અંદાજ પ્રમાણે પોતાની ૧૮૦૦ કરોડ ની આવક અથવા રોજી રોતી ગુમાવશે.
તેમણે કહ્યું કે ૫ ટકા જીએસટી ને કારણે જે અખબારો ને ફેલાવો ૨૫ થી ૩૦ હાજર ની વચ્ચે છે તેમનું અખબારી જગતમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું મુશ્કેલ બની ગયું છે. ૫ ટકા જીએસટી પહેલા રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વર્ષે દહાડે અંદાજે ૪ થી ૮ લાખ રુપયા ની જાહેરખબરો તેમના માટે આશીર્વાદ સમાન હતા. છેલ્લા બે વર્ષ દરમિયાન રાજ્યો અને કેન્દ્ર દ્વારા મળતી જાહેર ખબરો કે વિજ્ઞાપન માં કાપ મૂકવાને કારણે તેની આવક હવે માત્ર ૫ લાખની થઇ ગઈ છે. તો કેટલાક અખબારો માટે તો સરકારી જાહેરાતો કલ્પના સમાન બની ગઈ છે. વર્ષમાં એકાદવાર મળે તો મળે નહીતર હરી હરી. જેમને સરકારી જાહેરાતો મળતી નથી કે સાવ ઓછી મળે છે એવા અખબારો એ તો જીએસટી પેટે વર્ષે ૧૧ લાખ સુધી નો ટેક્ષ જીએસટી ના રૂપ માં આપવો પડી રહ્યો છે. જેના કારણે દેશમાં ૬ થી ૭ હાજર અખબારો બંધ થવાની તૈયારીમાં છે. તેની સાથે એક અંદાજ પ્રમાણે ૯ હાજર કરતા વધારે લઘુ અને મધ્યમ અખબારો અટકી પડે તો અઢી લાખ પરિવારના લોકોએ પોતાની ૧૮૦૦ કરોડ ની આવક કે રોજી રોતી ગુમાવી દેવી પડશે. શું જેટલી એમ ઈચ્છે છે કે આ અઢી લાખ પરિવારના લોકો બેકરીના ખપ્પરમાં હોમાઈ જાય? ૭૫૫ કરોડ માટે ૧૮૦૦ કરોડ નું નુકશાન દેખીતી રીતે સૌ કોઈને સમજાઈ રહ્યું છે ત્યારે અખબારી સ્વંત્રતા માટે પણ તેમને ઉગારી લેવાના પ્રયાસો જેટલી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ લોકશાહીના ચોથા સ્તંભ માટે કરવા જોઈએ.

Related posts

યોગ્ય ભાવ ન મળતાં ખેડૂતોએ ટામેટા પશુઓને ખવડાવ્યાં

aapnugujarat

કડીના શિક્ષક દ્વારા કોરોના સામે રક્ષણ મેળવવા પ્રાકૃતિક માનવ કલ્યાણ પ્રાર્થના તથા પ્રદક્ષિણા યજ્ઞ યોજાયો

editor

જો અમદાવાદમાં ૧ ઇંચ વરસાદ પડે તોય જળબંબાકાર : પૂર્વ વિસ્તાર બેટમાં ફેરવાઈ જાય

aapnugujarat

Leave a Comment

UA-96247877-1