Aapnu Gujarat
ગુજરાત

કડીના શિક્ષક દ્વારા કોરોના સામે રક્ષણ મેળવવા પ્રાકૃતિક માનવ કલ્યાણ પ્રાર્થના તથા પ્રદક્ષિણા યજ્ઞ યોજાયો

         પોતાની જાતનેજ સર્વ શ્રેષ્ઠ સમજનાર મનુષ્ય વર્તમાન સમયે કોરોનાના ભયંકર કહેરની સામે થર થર કાંપતો જોવા મળી રહ્યો છે.મેડીકલ સાયન્સ,ધર્મ  શાસ્ત્ર,રાજકીય ક્ષેત્રે, આયુર્વેદ શાસ્ત્ર,જ્યોતિષ શાસ્ત્ર, વાસ્તુ શાસ્ત્ર વગેરે ક્ષેત્રના તજજ્ઞો,ધર્મ ગુરુઓ,ડોકટરો,સુરક્ષા કર્મીઓ,પ્રચારકો, ઉપાસકો,વૈજ્ઞાનિકો,સમાજ સેવકો તથા રાજકીય મહાનુભાવો પણ કોરોનાના કહેરની સામે રક્ષણ મેળવવા અથાગ પ્રયત્નો કરી રહ્યા છે.     સામાન્ય રીતે પ્રત્યેક માણસોને અત્યારે પોતાની સુરક્ષા તથા રોજગારી અને ખાવા-પીવાની સમસ્યાઓનો ભયંકર સામનો કરવો પડી રહ્યો છે જે વિશ્વ માટે તથા પ્રત્યેક દેશ અને રાજ્યો માટે ખૂબજ ચિંતાનો વિષય છે.માનવ જાતના આસ્થાના કેન્દ્રો ગણાતા ધર્મ સ્થાનોને પણ અત્યારે બંધ કરી દેવામાં આવ્યા છે ક્યાં જવું ? કોને કહેવું ? કેમ રહેવું ? શુ ખાવું ? ક્યાંથી લાવવું? વગેરે જેવા અનેક પ્રશ્નો સતાવી રહ્યા છે.કોરોનાના કેશ પણ દિવસે દિવસે વધી રહ્યા છે અને મૃત્યુ આંક પણ વધી રહ્યો છે.         આવા સમયે ધરે બેસીને સાવચેતી અને પ્રકૃત્તિના શરણ સિવાય કોઈ ઉપાય નથી કારણ કે મનુષ્યનું શરીર અગ્નિતત્વ,વાયુ તત્વ,જળ તત્વ,પૃથ્વી તત્વ તથા આકાશ તત્વ એમ પાંચ તત્વોનું બનેલું છે અને અંતમાં એ પાંચ તત્વોમાં ભળી જવાનું છે એટલે પર્યાવરણનું અને શરીરનું રક્ષણ થાય તેવા હેતુથી આહાર-વિહાર અને રહેઠાણની કાળજી સાથે પ્રકૃતિના શરણમાં ધરે બેસીને દરેક મનુષ્યએ રોગ અને ભોગ માંથી ઉગરવા માટે નિત્ય પ્રાર્થના કરવી જરૂરી છે.        આવા પવિત્ર ભાવ સાથે કડી તાલુકામાં આવેલ વિડજ ગામના વતની અને  શ્રી મંગુબેન નાથાલાલ પટેલ પ્રાથમિક શાળાનાં આચાર્ય ખોડાભાઈ બેળદેવભાઈ પટેલ દ્વારા પ્રાકૃતિક માનવ કલ્યાણ પ્રાર્થના તથા પ્રદક્ષિણા યજ્ઞ કરવામાં આવ્યો જેમાં ખોડાભાઈ પટેલે કોરોના સામે સર્વને રક્ષણ મળે એવી પરમ તત્વને પ્રાર્થના કરી હતી અને અગિયાર દિવસમાં કુલ 108 કિલોમીટર પગપાળા ચાલીને પ્રાકૃતિક પ્રદક્ષિણા કરી માનવ કથાકાર તરીકે માનવ ધર્મ નિભાવ્યો હતો.

આપણું ગુજરાત ન્યુઝ – કડી
જૈમિન સથવારા

Related posts

ગોધરાની શેઠ પી.ટી.આટ્‌ર્સ એન્ડ સાયન્સ કોલેજે બેસ્ટ સ્ટુડન્ટ વોલેંટિયર અને બેસ્ટ પ્રોગ્રામ ઓફિસરનો એવોર્ડ મેળવ્યો

editor

જનતા અમારી હાઇકમાન્ડ અને સરકાર જનતાની હશે : વાઘેલા

aapnugujarat

ભલગામ માધ્યમિક શાળામાં ઉજાસ ભણી જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1