Aapnu Gujarat
ગુજરાત

ભલગામ માધ્યમિક શાળામાં ઉજાસ ભણી જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

બનાસકાંઠા જિલ્લાનાં કાંકરેજ તાલુકાની ભલગામ માધ્યમિક શાળામાં ઉજાસ ભણી જન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જે જિલ્લા પંચાયત સદસ્ય પુરણસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં જેમાં શિક્ષણ અને આરોગ્ય બાબતે જાગૃતિ લાવવા માટે ચર્ચા કરવામાં આવી હતી.
ભલગામ ગામમાં ધોરણ ૮ થી ૧૦ સુધીની શાળામાં વિદ્યાર્થીઓ માટે પ્રાર્થના હોલની જરૂરિયાત હોય શાળાનાં આચાર્યએ પ્રાર્થના હોલની જાણ જીલ્લા પંચાયત સદસ્ય પુરણસિંહ વાધેલાને કરતાં તેઓએ પોતાની જિલ્લા પંચાયત ગ્રાન્ટમાંથી ભલગામ શાળામાં પ્રાર્થના હોલ માટે ૫ લાખ રૂપિયા આપશે તેવી ખાતરી આપી હતી. ઉપસ્થિત લોકોએ પુરણસિંહ વાધેલાનો આભાર માન્યો હતો. કાર્યક્રમમાં ભલગામ સરપંચ વિજુભા વાઘેલા, ડે.સરપંચ જેસાજી ઠાકોર, તાલુકા ડેલીકેટ રણધીરસિંહ વાઘેલા, શાળાનાં આચાર્ય તેજાભાઈ દેસાઈ, ગુરુગણ સ્કૂલના સ્ટાફ ગણ, નાઈ ભરતભાઈ વિનય વિદ્યા મંદિર થરા, તેમજ આરોગ્ય અને આંગણવાડીની બહેનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
(તસવીર / અહેવાલ :- મહંમદ ઉકાણી, કાંકરેજ)

Related posts

BJP’s only agenda is development, Congress involved in divisive tactics: PM Modi In Lunawada

aapnugujarat

ચૂંટણી નિરીક્ષક (જનરલ) અશોકકુમાર અને પોલીસ નિરીક્ષક સંદીપ પાટીલે નર્મદા જિલ્લા ચૂંટણીતંત્ર સાથે બેઠક યોજીને પ્રિ-પોલ તૈયારીઓ સંદર્ભે કરેલી પ્રાથમિક સમીક્ષા

aapnugujarat

AIMIM ने गुजरात में 3 प्रवक्ताओं की नियुक्ति

editor

Leave a Comment

UA-96247877-1