Aapnu Gujarat
બિઝનેસ

એસ્ટ્રોન આઈપીઓ ૧૫મીએ ખુલશે : વેપારીઓ ઉત્સુક

શેરબજારમાં એસ્ટ્રોન પેપર્સના આઈપીઓને લઇને પણ ઉત્સુકતા દેખાઈ રહી છે. ૧૫મી ડિસેમ્બરના દિવસે આ આઈપીઓ લોંચ થશે. એસ્ટ્રોન પેપર્સ બોર્ડ મિલ દ્વારા આઈપીઓલ લાવવામાં આવનાર છે. ઓફરની પ્રાઇઝ બેન્ડ પ્રતિ ઇક્વિટી શેર ૪૫ અને ૫૦ રૂપિયા વચ્ચે રાખવામાં આવી છે. આ આઈપીઓમાં કંપનીના દરેક ૧૦ રૂપિયાની ફેસ વેલ્યુ સાથે ૧૪૦૦૦૦૦૦ ઇક્વિટી શેરની ઓફરનો સમાવેશ થાય છે. એસ્ટ્રોન પેપર એન્ડ બોર્ડ ક્રાફ્ટ પેપરનું નિર્માણ કરે છે. ગુજરાતના હળવદમાં મેન્યુફેક્ચરિંગ હબ ધરાવે છે. આ ઇશ્યુ ૨૦મી ડિસેમ્બરના દિવસે બંધ થનાર છે. શેલની હિલચાલને લઇને પણ ચર્ચા રહેનાર છે. આ ઉપરાંત અમેરિકામાં નવેમ્બર મહિનામાં ૨૨૮૦૦૦ નવી નોકરી ઉમેરાઈ ગઈ છે. આની સાથે જ બેરોજગારીનો દર અમેરિકામાં ૧૭ વર્ષની સૌથી નીચી સપાટીએ પહોંચી ગયો છે. આ દોર ૪.૧ ટકા રહ્યો છે.

Related posts

સ્થાનિક વિમાની પ્રવાસીઓનો આંક ૧૦૦ મિલિયનથી ઉપર

aapnugujarat

GST, નોટબંધીથી લગ્નની સિઝન પર માઠી અસર થશે : એસોચેમ

aapnugujarat

સેંસેક્સ ૨૦૩ પોઇન્ટ ઘટી બંધ રહ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1