Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

શેરબજારમાં ગુજરાત ચૂંટણી અને શિયાળુ સત્રની અસર રહેશે

શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ભારે ઉથલપાથલ રહ્યા બાદ આજથી શરૂ થતાં કારોબારી સેશનમાં કેટલાક અતિ મહત્વપૂર્ણ પરિબળોની સીધી અસર જોવા મળી શકે છે જેમાં ગુજરાત ચૂંટણીના પરિણામો, ફેડની બેઠક, શિયાળુ સત્ર, ફેક્ટ્રી ઉત્પાદનના આંકડા, ફુગાવાના આંકડાનો સમાવેશ થાય છે. આ ગાળા દરમિયાન ઓપિનિયન પોલના પરિણામ પણ આપવામાં આવનાર છે જેમાં ભાજપની જીત આંશિક રાહત આપી રહી છે. જો કે, બેંચમાર્ક ઇન્ડેક્સમાં પરિણામ સુધી ઉથલપાથલ રહી શકે છે. શુક્રવારના દિવસે કારોબારના અંતે સેંસેક્સમાં ૩૦૦ પોઇન્ટનો ઉછાળો નોંધાતા તેની સપાટી ૩૩૨૫૦ રહી હતી જ્યારે જ્યારે નિફ્ટી ૧૦૦ પોઇન્ટ ઉછળીને ૧૦૨૬૫ની સપાટીએ રહ્યો હતો. ૫૦ પૈકીના ૩૮ ઘટકોમાં તેજી રહી હતી. શનિવારના દિવસે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કા માટે ૮૯ બેઠક પર મતદાન પૂર્ણ થઇ ચુક્યું છે. બીજા તબક્કા માટે મતદાન ૧૪મી ડિસેમ્બરના દિવસે યોજનાર છે જ્યારે પરિણામ ૧૮મી ડિસેમ્બરના દિવસે જાહેર કરવામાં આવનાર છે. યુએસ ફેડરલ રિઝર્વની ફેડરલ ઓપન માર્કેટ કમિટિની બેઠક મંગળવારથી શરૂ થશે. જે બે દિવસ ચાલી શકે છે. વ્યાજદરમાં વધારો થવાની શક્યતા પણ દેખાઈ શકે છે. આઈઆઈટીના આંકડા ઓક્ટોબર માટેના મંગળવારના દિવસે જારી કરવામાં આવનાર છે. ઓગસ્ટ મહિનામાં નવ મહિનાની ઉંચી સપાટીથી સપ્ટેમ્બર મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડો થયો હતો. ફુગાવાના આંકડા પણ જારી કરવામાં આવનાર છે. મંગળવારના દિવસે સીપીઆઈ ફુગાવાના આંકડા જારી કરવામાં આવનાર છે. કન્ઝ્‌યુમર પ્રાઇઝનો આંકડો ઓક્ટોબર મહિનામાં ૩.૫૮ ટકા રહ્યો હતો જ્યારે સપ્ટેમ્બર મહિનામાં ૩.૨૮ ટકા રહ્યો હતો. ૧૪મી ડિસેમ્બરના દિવસે ડબલ્યુપીઆઈ ફુગાવાનો આંકડો પણ જારી કરવામાં આવનાર છે. હોલસેલ પ્રાઇઝનો આંકડો ઓક્ટોબર મહિનામાં ૩.૫૯ ટકા રહ્યો હતો જ્યારે સપ્ટેમ્બરમાં આ આંકડો ૨.૬૦ ટકા રહ્યો હતો. ટેકનિકલ ચાર્ટમાં પણ કેટલાક સારા સંકેત મળી રહ્યા છે. સંસદનું શિયાળુ સત્ર ૧૫મી ડિસેમ્બરથી શરૂ થઇ રહ્યું છે જે પાંચમી જાન્યુઆરી સુધી ચાલનાર છે. ૨૧ દિવસના ગાળા દરમિયાન બંને ગૃહમાં ૧૪ બેઠકો યોજાનાર છે. સંસદમાં કાર્યવાહી આ વખતે ભારે તોફાની બની શકે છે. કારણ કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ ૧૮મી ડિસેમ્બરના દિવસે જાહેર કરવામાં આવનાર છે. કેટલાક આઈપીઓ જારી કરવામાં આવનાર છે. ભારતની સૌથી મોટી સ્ટીલ બનાવતી કંપની શૈલના શેરને લઇને ઉત્સુકતા દેખાઈ રહી છે. કારણ કે, કંપનીએ આર્સેલર મિત્તલ સાથે એક અબજ ડોલરના સંયુક્ત સાહસને મંજુરી આપવા તૈયારી કરી લીધી છે. આગામી સપ્તાહમાં તેના બોર્ડ બેઠકમાં આને મંજુરી આપવામાં આવનાર છે. આર્સેલર મિત્તલના ચેરમેન લક્ષ્મી મિત્તલ અને ભારતની સ્ટીલ કંપનીના સેક્રેટરી અરુણ શર્મા તથા શેલના ચેરમેન પીકે સિંહ વચ્ચે બેઠક બાદ આ સમજૂતિને લીલીઝંડી આપવામાં આવી હતી. આ તમામ પરિબળોની અસર જોવા મળશે.

Related posts

જેટ એરવેઝના કર્મચારીઓના પગારમાં ઘટાડો

aapnugujarat

ભૈયુજી મહારાજ પંચમહાભૂત વિલિન

aapnugujarat

FPI દ્વારા ૩૭૦૦ કરોડનું ડેબ્ટ માર્કેટમાં રોકાણ કરાયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1