Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

FPI દ્વારા ૩૭૦૦ કરોડનું ડેબ્ટ માર્કેટમાં રોકાણ કરાયું

વિદેશી મૂડીરોકાણકારોએ છેલ્લા પાંચ કારોબારી સેશનમાં ભારતીય ડેબ્ટ માર્કેટમાં ૩૭૦૦ કરોડથી વધુનું રોકાણ કરી દીધું છે. વ્યાજદરો અમેરિકામાં વધી રહ્યા નથી તેવા સંકેત મળ્યા બાદથી એફપીઆઈ દ્વારા આ નાણા ઠાલવી દેવામાં આવ્યા છે. નવેસરના આંકડા મુજબ બીજી એપ્રિલથી છઠ્ઠી એપ્રિલ વચ્ચેના ગાળામાં ડેબ્ટ માર્કેટમાં એફપીઆઈ દ્વારા ૩૭૦૬ કરોડ રૂપિયા અથવા તો ૫૭૦ મિલિયન ડોલર ઠલાવી દીધા છે. આ ઉપરાંત સમીક્ષા હેઠળના ગાળા દરમિયાન વિદેશી મૂડીરોકાણકારોએ સ્ટોક માર્કેટમાં ૯૪ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. ડેબ્ટ માર્કેટમાં રોકાણના સંદર્ભમાં જણાવતા નિષ્ણાતોનું કહેવું છે કે, અમેરિકામાં ઉતાવળમાં વ્યાજદરમાં વધારો થનાર નથી. આ પરિબળની અસર વિદેશી મૂડીરોકાણકારો ઉપર દેખાઈ છે. છેલ્લા બે મહિના ફેબ્રુઆરી અને માર્ચમાં ૧૨૭૫૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા બાદ નાણા ઠાલવવામાં આવ્યા છે. વ્યાજદરમાં વધારો થવાના સંકેત વચ્ચે જંગી નાણા પરત ખેંચવામાં આવ્યા હતા. આ પહેલા જાન્યુઆરી મહિનામાં એફપીઆઈ દ્વારા ૮૫૦૦ કરોડ રૂપિયા ઠાલવવામાં આવ્યા હતા. એકંદરે પૂર્ણ થયેલા નાણાંકીય વર્ષમાં ૧.૪૫ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હતું જે ભારતીય મૂડી બજાર ઇક્વિટી અને ડેબ્ટ માટે છેલ્લા ત્રણ વર્ષના ગાળામાં આંકડો સૌથી શ્રેષ્ઠ રહ્યો છે. તાજેતરના સમયમાં વિદેશી મૂડીરોકાણકારોએ વૈશ્વિક પરિબળોને પણ વિશેષરીતે ધ્યાનમાં લીધા છે. નવેમ્બર ૧૯૯૨માં બે દશક પહેલા ઇન્ડિયન ઇક્વિટી માર્કેટમાં એફપીઆઈને રોકાણ કરવાની મંજુરી આપવામાં આવ્યા બાદ સૌથી જંગી રોકાણ થયું છે. ડેબ્ટ સિક્યુરીટીમાં સંયુક્ત આંકડો વધીને ૪.૨ લાખ કરોડ સુધી પહોંચ્યો છે. ડેબ્ટ અને ઇક્વિટી બંને માટેનો આંકડો ૧૩ લાખ કરોડની આસપાસનો પહોંચ્યો છે. આવનાર દિવસોમાં એફપીઆઈ રોકાણની દ્રષ્ટિએ ૨૦૧૮-૧૯માં ઇક્વિટી અને ડેબ્ટ મૂડી પ્રવાહમાં ઉતારચઢાવ રહેશે. આના માટે જે કારણો રહેલા છે તેમાં યુએસમાં ફેડરલ રેટમાં વધારો, ગ્લોબલ ટ્રેડ વોરને લઇને દહેશત, ભારતમાં ૨૦૧૯માં યોજાનારી સામાન્ય ચૂંટણી અને વિધાનસભાઓની ચૂંટણી જેવા પરિબળોની અસરનો સમાવેશ થાય છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ નાણાંકીય વર્ષ ૨૦૧૬-૧૭માં શેરબજારમાં ૫૫૭૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું જ્યારે આનાથી પહેલાના નાણાંકીય વર્ષમાં વિદેશી રોકાણકારોએ ૧૪૦૦૦ કરોડ રૂપિયાથી વધારાની રકમ ઉપાડી લીધી હતી. ૨૦૧૬-૧૭માં વિદેશી રોકાણકારોએ ૭૩૦૦ કરોડ રૂપિયા ઉપાડી લીધા હતા. ફંડ ઇન્ડિયાના પ્રમુખ વિદ્યા બાલાના કહેવા મુજબ વર્ષ ૨૦૧૭-૧૮માં શેરબજારમાં એફપીઆઈ રોકાણ પૂર્વ વર્ષની સરખામણીમાં ઓછા રહેવાની બાબત કોઇ હેરાન કરનાર બાબત નથી.

Related posts

कश्मीर घाटी में घुसने की फिराक में हैं १५० आंतकी : रिपोर्ट

aapnugujarat

આતંકવાદીની ફેકટરી પર તાળા મરાશે : મોદીની ખાતરી

aapnugujarat

મોદીની પ્રચંડ સફળતા બાદ ભાગવતનો આશાવાદઃ હવે રામનું કામ અવશ્ય થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1