Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

૨૦૧૮-૧૯નું બજેટ લોકપ્રિય નહીં રહે

વડાપ્રધાનની આર્થિક સલાહકાર પેનલના સભ્ય રાથીન રોયે માહિતી આપતા કહ્યું છે કે, આગામી બજેટ લોકપ્રિય રહેશે નહીં. ખર્ચની ગુણવત્તામાં સુધારો કરવાની તૈયારી ચાલી રહી છે. તેમણે કહ્યું હતું કે, સરકાર વધુ એક શાનદાર બજેટ રજૂ કરવા જઇ રહી છે પરંતુ આ બજેટ લોકોને ખુશ કરવા પુરતુ રહેશે નહીં. સુધારા પર આમા ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. છેલ્લા ત્રણ વર્ષના ગાળા દરમિયાન પણ બજેટમાં સુધારા ઉપર ધ્યાન કેન્દ્રિત કરાયું છે. આગામી ૧૮ મહિના માટે સરકારના સુધારા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, સરકાર લોકપ્રિય બજેટ બનાવવાને લઇને તૈયારી કરી રહી નથી. રાજકીય સત્તાવાળાઓ બજેટને લઇને કવાયતમાં લાગી ગયા છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર મે ૨૦૧૪માં સત્તામાં આવી હતી. ૨૦૧૯માં સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે. આરબીઆઈએ હાલમાં જ પોલિસી રેટમાં કોઇ સુધારો કર્યો ન હતો. રોયના કહેવા મુજબ મોનિટરી કમિટિના નિર્ણયને દેશના લોકો સન્માન આપે છે.

Related posts

सुरक्षा हटाने को लेकर नीतीश सरकार पर बरसीं राबड़ी देवी

aapnugujarat

ભાજપા પોતાના બળે ૨૭૧ બેઠક જીતશે તો સારું કહેવાશે : રામ માધવ

aapnugujarat

२०१७ में भारत की ग्रोथ रेट ७.४ प्रतिशत होगीः एडीबी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1