Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ભાજપા પોતાના બળે ૨૭૧ બેઠક જીતશે તો સારું કહેવાશે : રામ માધવ

કેન્દ્રમાં સત્તાધારી બીજેપી પાર્ટીના વરિષ્ઠ નેતા રામ મધવનું કહેવું છે કે ’આ લોકસભાની ચૂંટણીમાં ભાજપા બહુમતથી દૂર રહી શકે છે.’ રામ માધવનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ખુદ બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને કેન્દ્રના મંત્રી અરુણ જેટલી જેવા નેતાઓ એવો દાવો કરી રહ્યા છે કે, બીજેપી પોતાના બળે બહુમત મેળવશે.
ભાજપાના વરિષ્ઠ નેતાના આવા નિવેદનથી આ ચૂંટણીમાં ગઠબંધનનો મુદ્દો પ્રથમ વખત ઉઠ્યો છે. બ્લૂમબર્ગને આપેલા ઇન્ટરવ્યૂમાં રામ મધાવે કહ્યુ કે, જો અમે પોતાના બળે ૨૭૧ બેઠક મેળવી લઈશું તો બહું સારું કહેવાશે. જોકે, એનડીએને પૂર્ણ બહુમત મળશે.રામ માધવ કહ્યુ, બીજેપીના ઉત્તર ભારતના એ રાજ્યમાં નુકસાન સહન કરવું પડી શકે છે, જ્યાં ૨૦૧૪માં રેકોર્ડ જીત મળી હતી.
જ્યારે બીજી તરફ પૂર્વોત્તરના રાજ્યો અને ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં પાર્ટીને ફાયદો થઈ શકે છે.તેમણે કહ્યુ કે જો અમે સત્તામાં પરત આવીશું તો વિકાસની નીતિઓને આગળ ધપાવીશું. પાકિસ્તાનના મુદ્દા પર રામ મધાવે જણાવ્યું કે, તેમણે આતંકવાદ સામેની લડાઈમાં ઇમાનદારી બતાવવી જોઇએ. હું આવું એટલા માટે કહી રહ્યો છું, કારણ કે લોકસભા ચૂંટણી પરિણામના ત્રણ અઠવાડિયામાં જ સાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશનની સમિટ છે.
આ બેઠકમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન અને વડાપ્રધાન મોદી સામ સામે હશે. પાકિસ્તાન પાસે આ સારી તક છે. જો તે એક મહિનામાં કોઈ કડક કાર્યવાહી કરે છે તો બંને દેશ વચ્ચે સંબંધો સુધરવાનો અંદાજ છે.ભાજપના નેતા રામ માધવે કહ્યુ કે ભારતની વિદેશ નીતિનો એક મત્વનો પડાવ પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચેના સંબંધમાં મજબૂતી રહ્યો હતો. રામ માધવે કહ્યુ કે, ’બંને નેતાઓ વચ્ચે ખૂબ સારા વ્યક્તિગત સંબંધો બની ગયા છે.’

Related posts

સેંસેક્સમાં ૧૦૭ પોઇન્ટનો ઘટાડો

aapnugujarat

ગલવાન ઘર્ષણમાં પીએલએના જવાનો શહિદ થયા હતા : ચીન

editor

अस्सी फीसदी रिक्त पदों के आधार पर चल रहा मानवाधिकार आयोग

aapnugujarat

Leave a Comment

UA-96247877-1