Aapnu Gujarat
ગુજરાત

ડૉ. ગુલાબચંદ પટેલની નારાયણ સ્પેશિયલ એવોર્ડ ૨૦૨૦ માટે પસંદગી કરાઈ

નારાયણ માનવ સેવા સમિતિ જયપુર દ્વારા સામાજિક કાર્યકર ડૉ. ગુલાબચંદ પટેલ વ્યસન મુક્તિ અભિયાનનાં પ્રણેતા તેમજ મહિલાઓ માટે બ્રેસ્ટ કેન્સર અવેરનેસ પ્રોગ્રામ યોજનાર ઈન્ડિયન લાયન્સ ગાંધીનગર, પૂર્વ ઓફિસ સુપ્રિટેન્ડેંટ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી ઓફિસ, હિન્દી ગુજરાતી કવિ લેખક અને અનુવાદક, પ્રમુખ ગાંધીનગર સાહિત્ય સેવા સંસ્થાનની પસંદગી ‘‘નારાયણ સ્પેશિયલ એવાર્ડ – ૨૦૨૦’’ માટે પસંદગી કરવામાં આવી છે. આ કાર્યક્રમ રાજસ્થાનનાં જયપુર ખાતે બી.એમ.બિરલા ઑડિટોરિયમમાં ૧૮ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ આયોજિત થશે જેમાં ડૉ ગુલાબચંદ પટેલને સમ્માનિત કરવામાં આવશે, તેઓને એડવોકેટ કાંતિભાઈ પટેલ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે. પટેલને ખૂબ ખૂબ અભિનંદન, તેઓને સામાજિક કાર્યકર તરીકે ૭૭થી વધુ એવાર્ડ અને સમ્માન પ્રાપ્ત થયા છે તથા હિન્દી ગુજરાતી સાહિત્યકાર તરીકે ૧૨૫થી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સન્માન અને એવાર્ડ પ્રદાન થયા છે.

Related posts

सूरत में महिला की हत्या

aapnugujarat

રાજ્યના મંદિરોમાં દાનની આવકમાં ઘટાડો

editor

ઉના પોલીસ સ્ટેશનના PSI રાજ્યગુરુ નો વિદાય સમારોહ

editor

Leave a Comment

UA-96247877-1