Aapnu Gujarat
ગુજરાત

રાજ્યના મંદિરોમાં દાનની આવકમાં ઘટાડો

કોરોનાના પગલે રાજ્યના તમામ મંદિરોના દ્વાર દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યા હતા. સંક્રમણ હળવું થતાં ૫૮ દિવસ બાદ તમામ મંદિરોના દ્વાર ખૂલતા ભકજતનોમાં હરખની હેલી જાેવા મળી રહી હતી. ગુજરાતમાં લોક-અનલોક વચ્ચે ભક્તિની સરવાણી અટવાઇ ગઇ હતી. કોરોનાએ કરોડો રૂપિયાના દાન પ્રવાહને અવરોધ્યો. કેટલાંક મંદિરોમાં તો એવી પરિસ્થિતિ જાેવા મળી કે મંદિરની આવકમાંથી કરાયેલ ફિકસ્ડ ડિપોઝીટને તોડી કર્મચારીઓનો પગાર કરાયો.
અંબાજી મંદિર બંધ રહેતા અંબાજી સહિતના યાત્રાધામોના યાત્રિકો પર ર્નિભર તમામ બજારો પણ ઠપ્પ થઇ ગયા હતા. શક્તિધામ અંબાજી યાત્રિકો અને પ્રવાસીઓથી બારેમાસ ધમધમતું રહેતું હતું પરંતુ છેલ્લાં બે વર્ષથી કોરોનારૂપી મહામારીના લીધે મહિનઓ સુધી મંદિર રહેતા અંબાજી ધામ જાણે થંભી ગયું હતું. યાત્રિકો મંદિર બંધ હોઇ આવતા ના હોવાથી મંદિરની દાન-ભેટમાં નોંધપાત્ર ઘટાડો જાેવા મળ્યો હતો.
કોરોના મહામારી પહેલાં શામળાજી મંદિરની સરેરાશ મહિને ૧૫ થી ૨૦ લાખ દાનની આવક થતી. જાે કે અગાઉ ૭૦ દિવસ અને બીજી લહેરમાં ૫૦ દિવસ કરતાં વધુ સમય ભગવાન શામળિયાના દ્વાર બંધ રહેતા આ સમયગાળા દરમ્યાન મંદિરની આવક થઇ નથી. દર મહિને ૧૦ લાખથી વધુના ખર્ચ સામે આ વર્ષે સરેરાશ માત્ર ૪ થી ૫ લાખ આવકને કારણે એફ.ડી. તોડીને મંદિરના સ્ટાફનો પગાર કરવો પડ્યો છે.
ચોટીલા ચામુંડા માતાજીનું મંદિર ગત વર્ષના લોકડાઉનમાં ૭૨ દિવસ મંદિર ભકતો માટે બંધ રહ્યું હતું જ્યારે હાલ કોરોનાના કારણે ૨૦૨૧માં ૫૮ દિવસ બંધ રહ્યું છે. સૌથી વધારે ભકતો નવરાત્રિમાં આવતા હોય છે ત્યારે પણ મંદિર ભકતો માટે બંધ રહેતા માતાજીની દાનપેટીમાં અગાઉના વર્ષ કરતાં ચાલીસેક ટકા દાન ઓછું આવ્યાનો અંદાજ છે.
ડાકોર રણછોડરાય મંદિરના સૂત્રોએ જણાવ્યું કે મંદિર ખૂલ્લું હોય ત્યારે દૈનિક ૮ થી ૧૦ હજાર દર્શનાર્થીઓ દર્શન કરવા માટે આવે છે. તહેવારોમાં ૨૦ થી ૨૫ હજાર દર્શનાર્થીઓ દર્શનનો લાભ લેતાં હોય છે. કોરોનાના કારણે યાત્રાળુઓ અને દર્શનાર્થીઓની સંખ્યા ઓછી થઇ ગઇ હતી અને ૫૮ દિવસ મંદિર બંધ રહેતા દાનની આવકમાં એકદમ ઘટાડો આવી ગયો છે. મંદિર બંધ દરમ્યાન માસિક અંદાજે ૫૦ હજારનું દાન આવ્યું હતું. કોરોના પહેલાં મંદિરમાં અંદાજે વાર્ષિક ૬ થી ૭ કરોડ જેટલું દાન આવ્યું હતું.

Related posts

રાજ્યમાં હજુ પણ કોરોનાના કેસ વધશે, લોકો ગભરાય નહિ : રૂપાણી

editor

બીઆરટીએસ કોરીડોરના રસ્તા ખરાબ

aapnugujarat

સિહોદ ચોકડીથી વાંકી જવાનાં મુખ્ય માર્ગ પર રાહદારીઓનાં જીવનું જોખમ બનેલું ગરનાળુ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1