Aapnu Gujarat
ગુજરાત

સિહોદ ચોકડીથી વાંકી જવાનાં મુખ્ય માર્ગ પર રાહદારીઓનાં જીવનું જોખમ બનેલું ગરનાળુ

છોટાઉદેપુર જિલ્લાનાં પાવી જેતપુર તાલુકા નજીક સિહોદ ચોકડીથી વાંકી જવાના રસ્તા ઉપર સિથોલ ગામ પાસે રાહદારીઓનાં જીવનું જોખમ બનેલુ ગરનાળું જોવા મળી રહ્યું છે જેમાં માર્ગ-મકાન વિભાગનાં અધિકારીઓની ઘોર લાપરવાહી દેખાઈ રહી છે. ચોમાસાની સિઝનમાં ધોવાયેલા ગરનાળાની કામગીરી કરવા માટે માર્ગ-મકાન વિભાગના કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરો જાણે નિંદ્રાધીન હાલતમાં હોય તેમ આ કામગીરી અત્યાર સુધી કરવામાં આવી નથી ત્યારે આ ગરનાળા ઉપર હજાર લોકો અવાર નવાર પસાર થતા હોય છે તેમ છતાં પણ આ રાહદારીઓના જીવની કોઈ કદર ના હોય તેવી રીતે આ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની લાપરવાહીના કારણે આ ગરનાળું બનાવવાનું કામ કરવામાં આવ્યું નથી. આ ગરનાળાની ઉપરનાંખેલા પથ્થરો અને ગરનાળાની અંદરના ભાગમાંથી નીકળી ગયેલા સળિયાથી રાત્રીનાં સમયે ગરનાળા ઉપરથી પસાર થતા રાહદારીનાં જીવનું જોખમ બની ઉભું હોય તેમ લાગી રહ્યું છે.
(તસવીર / અહેવાલ :- આરીફ જી. કુરૈશી, છોટા ઉદેપુર)

Related posts

પીએમ મોદી ૨૯ મેના રોજ ગુજરાતમાં સભા ગજવશે

aapnugujarat

૧૧-૦૮-૨૦૧૭ના રોજ રાજ્ય સરકારની ટેબલેટ યોજના અંતર્ગત અમદાવાદ ખાતે યોજાશે રાજ્યસ્તરનો સમારોહ

aapnugujarat

રિવરફ્રન્ટને ઇન્દિરાબ્રીજ સુધી લંબાવાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1