Aapnu Gujarat
ગુજરાત

પીએમ મોદી ૨૯ મેના રોજ ગુજરાતમાં સભા ગજવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી ૨૯ મેના રોજ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન મોદી ગાંધીનગરમાં સહકારી મહાસંમેલનમાં સંબોધન કરશે. આ ઉપરાંત રાજકોટની પણ મુલાકાત લેવાના છે. જ્યાં પીએમ મોદી હોસ્પિટલના કાર્યક્રમમાં હાજરી આપશે. જ્યાં બે લાખથી વધુ પાટીદારોને સંબોધન કરશે.
ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી ૨૯ મેના રોજ ગુજરાતમાં સભા ગજવશે. પીએમ મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે તેઓ રાજકોટની પણ મુલાકાત લેવાના છે. તેમના આગમનની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજકોટમાં એક હોસ્પિટલના કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ ૨ લાખથી વધુ પાટીદારોને સંબોધશે.
તો બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતના પ્રવાસે આવશે. આગામી ૧૫ અને ૧૬ મેના રોજ ભાજપની ચિંતન શિબિરમાં ભાગ લેવા અમિત શાહ ગુજરાત આવી રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલની અધ્યક્ષતામાં બે દિવસની ચિંતન શિબિર યોજાઈ રહી છે.
આ શિબિરમાં સંગઠનના હોદ્દેદારો, પાર્લામેન્ટ્રી બોર્ડના સભ્યો હાજર રહેશે. વિધાનસભા ચૂંટણી પહેલા સરકારના મંત્રીઓ સહિત ૪૦ આગેવાનોની બેઠક યોજાશે. નવી સરાકર રચાયા બાદ પહેલી વખત ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જાે કે, કોરોના કાળને કારણે લાંબા સમય બાદ શિબિર યોજાઈ રહી છે.

Related posts

ઉના અને થાન દલિત હત્યાકાંડ પછી કોડીનાર દલિત કાંડનો મામલો

editor

અમદાવાદ જિલ્લાનાં તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સગર્ભા માતાઓને કીટનાશક ટ્રિટમેન્ટ કરાવેલી મચ્છરદાનીનું વિતરણ કરાયું

aapnugujarat

પાવીજેતપુર તાલુકાના કદવાલ પોલીસ દ્વારા લોકડાઉન દરમ્યાન ૫૨ જેટલી મોટરસાઈકલો ડિટેઈન કરતાં વાહન ચાલકોમાં ફફડાટ…..

editor

Leave a Comment

URL