Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ડેલ્ટા વેરિયન્ટ બ્રિટન માટે બન્યો માથાનો દુખાવો

ડેલ્ટા વેરિયન્ટે ભારતમાં તબાહી મચાવ્યા બાદ બ્રિટન માટે મુસિબત બની ગયો છે. બ્રિટેનના પીએમ બોરિસ જૉનસને ડેલ્ટા વેરિયન્ટને મોટી ચિંતાની વાત ગણાવી છે. શનિવારે ડેલ્ટા વેરિયન્ટને લઈ જૉનસને કહ્યું કે ડેલ્ટા વેરિયન્ટને કારણે બ્રિટેનમાં કોરોનાના મામલા તેજીથી વધી રહ્યા છે અને ડેલ્ટા વેરિયન્ટ તેજીથી લોકોને સંક્રમિત કરી રહ્યો છે. ડેલ્ટા વેરિટન્ટને કારણે બ્રિટેન સરકારે સંપૂર્ણપણે લૉકડાઉન ખતમ કરવાનો ફેસલો રોકી મૂક્યો છે.
જણાવી દઈએ કે સોમવારે બ્રિટનના પીએમ બોરિસ જૉનસન આગામી ૨૧ જૂનથી તમામ પ્રતિબંધો હટાવી લૉકડાઉન સમાપ્ત કરવાની ઘોષણા કરવાના હતા. પરંતુ બ્રિટેનમાં જેવી રીતે ડેલ્ટા વેરિયન્ટ ફેલાવવો શરૂ થયો છે, તેને જાેતાં બ્રિટિશ સરકારે લૉકડાઉન હટાવવા પર પૂનઃ વિચાર શરૂ કરી દીધો છે. બ્રિટિશ સરકારને ઉમ્મીદ હતી કે દુનિયામાં સૌથી તેજ રસીકરણ કર્યા બાદ તમામ પ્રકારના પ્રતિબંધો હટાવી લેવામાં આવશે અને બ્રિટેનમાં પબ અને બાર ફરીથી ખોલવાની પૂરી મંજૂરી આપી દેવામાં આવશે. સાથે જ ઈનડોર ગેમ્સ અને રેસ્ટોરાંની અંદર બેસીને પણ ખાવાની મંજૂરી આપવામાં આવશે, પરંતુ હવે ડેલ્ટા વેરિયન્ટે સરકાના માથાનો દુખાવો વધારી દીધો છે.
એપ્રિલ મહિનામાં બ્રિટને ઘણી હદ સુધી કોરોના મહામારી પર કાબૂ મેળવી હલીધો હતો અને લૉકડાઉનના પ્રતિબંધોને ઘણી હદે ઘટાડી લીધા હતા. પરંતુ કોરોનાનો ડેલ્ટા વેરિયન્ટ બ્રિટનમાં તેજીથી ફેલાવો શરૂ થઈ ગયો છે. જણાવી દઈએ કે ડેલ્ટા વેરિટન્ટ એજ વેરિયન્ટ છે જેણે પાછલા મહિને ભારતમાં ખતરનાક તબાહી મચાવી હતી અને ૨ લાખથી વધુ લોકોના જીવ ભરખી લીધા હતા. એવામાં બ્રિટનની સરકારે લૉકડાઉનને લઈ પ્રતિબંધો ૪ અઠવાડિયા સુધી આગળ વધારવાનો ફેસલો લીધો છે, અને હવે ૧૯ જૂલાઈ સુધી પ્રતિબંધો યથાવત જ રહેશે તેવું માનવામાં આવી રહ્યું છે. વધુમાં બ્રિટનના પીએમ બૉરિસ જૉનસને કહ્યું કે આખરી પરિણામ સુધી પહોંચવા માટે બ્રિટિશ સરકારના અધિકારી અને વૈજ્ઞાનિકો ડેલ્ટા વેરિટન્ટ પર સતત સ્ટડી કરી રહ્યા છે અને હજી પણ અંતિમ પરિણામ સુધી નથી પહોંચી શકાયું.
બ્રિટનના પીએમ બોરિસ જૉનસને સ્કાઈ ન્યૂઝ સાથે વાત કરતા કહ્યું કે, ‘ભારતમાં જે કોરોનાનો વેરિયન્ટ મળ્યો હતો તે ઘણી તેજીથી ફેલાય છે અને ડેલ્ટા વેરિયન્ટ વાળા સંક્રમિત દર્દીઓને દવાખાને દાખલ થવાની જરૂરત પડે છે તે સ્પષ્ટ થઈ ગયું. એવામાં શું કરવું જાેઈએ અને ડેલ્ટા વેરિયન્ટ મૃત્યુદરને કઈ હદ સુધી પ્રભાવિત કરશે તે પણ નથી જાણતા, પરંતુ ડેલ્ટા વેરિયન્ટ બહુ ચિંતા વધારશે. જણાવી દઈએ કે ભારતની જેમ જ બ્રિટનમાં પણ ડેલ્ટા વેરિયન્ટ તેજીથી ફેલાઈ રહ્યો છે અને શનિવારે બ્રિટનમાં કોરોનાવાયરસના નવા ૭૭૩૮ મામલા સામે આવ્યા.

Related posts

બ્રા નહીં પહેરતાં નોકરીમાંથી કાઢી મૂકી…!!

aapnugujarat

પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં રાખવા માટે કરાયેલ નિર્ણય

aapnugujarat

ભારતે ૭૨ દેશોને રસીના ૫.૯૪ કરોડ ડોઝ મોકલ્યા : કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી

editor

Leave a Comment

UA-96247877-1