Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

બ્રા નહીં પહેરતાં નોકરીમાંથી કાઢી મૂકી…!!

કેનેડામાં એક મહિલાને એટલા માટે નોકરીમાંથી કાઢી મુકવામાં આવી કારણકે તેને બ્રા પહેરીને ઓફિસ આવવાની ના પાડી હતી. કંપનીએ ફરમાન જાહેર કરતા મહિલાઓ માટે એક ડ્રેસકોડ નક્કી કર્યો હતો, જેમાં બ્રા પહેરવું અનિવાર્ય હતું. આ મહિલાએ કંપનીના ફરમાનને માન્યું નહીં અને બ્રા પહેર્યા વિના જ ઓફિસ આવી. ત્યારપછી કંપનીએ તેને નોકરીમાંથી કાઢી મૂકી. મહિલાએ પોતાની કંપની વિરુદ્ધ માનવધિકારમાં ફરિયાદ નોંધાવી છે. કેનેડાના અલ્બર્ટામાં ક્રિસ્ટિના શેલ ઘ્વારા પોતાની કંપની વિરુદ્ધ માનવાધિકારમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ક્રિસ્ટિના શેલ ઓસોયુઝ ગોલ્ફ ક્લબમાં વેટરનું કામ કરતી હતી. કંપની ઘ્વારા હાલમાં જ રેસ્ટોરેન્ટ ફિમેલ સ્ટાફ માટે એક ડ્રેસકોડ જાહેર કર્યો, જેમાં તેમને મહિલાઓને કપડાંની અંદર બ્રા પહેરવાનું કહ્યું. જયારે ક્રિસ્ટિના ઘ્વારા ગોલ્ફ ક્લબના જનરલ મેનેજર સાથે વાત કરવામાં આવી ત્યારે તેમને જણાવ્યું કે આ નવો નિયમ તેમની સુરક્ષા માટે જ છે. ગોલ્ફ ક્લબના જનરલ મેનેજર ડગ રોબ ઘ્વારા ક્રિસ્ટીનાને જણાવવામાં આવ્યું કે આ તેમની સુરક્ષા માટે જ છે. રોબ ઘ્વારા જણાવવામાં આવ્યું કે મને ખબર છે કે ગોલ્ફ ક્લબમાં દારૂ પછી શુ થાય છે. ક્રિસ્ટિનાએ નવો નિયમ માન્યો નહીં એટલા માટે ક્લબ ઘ્વારા તેને કાઢી મુકવામાં આવી. એક ઇન્ટરવ્યૂમાં ક્રિસ્ટિના ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેને ૨ વર્ષ પહેલા જ બ્રા પહેરવાનું છોડી દીધું હતું.

Related posts

લંડન આગ : લાપત્તા તમામ મૃત્યુ પામ્યા હોવાની દહેશત

aapnugujarat

वन बेल्ट वन रोड : पाक के आर्थिक सामाजिक ताने बाने के लिए खतरा

aapnugujarat

ઓબામા વિરુધ્ધ ટ્રમ્પનો દાવો ખોટો સાબિત થયો : કોઈ પુરાવા મળ્યા નહીં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1