Aapnu Gujarat
બ્લોગ

ઇમરાન ખાન કોરોના સામે લડવામાં નિષ્ફળ

કોરોના સંકટનો સામનો કરવામાં નિષ્ફળ રહેલા પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન જલ્દીથી વિદાય લેશે અને વડા પ્રધાન તરીકે તેમની જગ્યાએ નવો ચહેરો આવી શકે છે.આનું કારણ એ છે કે ગંભીર કટોકટી સામે કામ કરવા માટે ઇમરાનખાનનો અભિગમ છે અને આ કેસમાં નિષ્ફળતાને કારણે સૈન્યને પાકિસ્તાનના નાગરિક વહીવટમાં દખલ કરવાની તક મળી છે અને હવે વહીવટના મોટાભાગના કામોમાં સેનાના હાલના અને નિવૃત્ત અધિકારીઓની ડખલ વધી ગઇ છે.જે આગામી સમયમાં પાકિસ્તાનમાં મોટા રાજકીય પરિવર્તન તરફ ઇશારો કરી રહ્યો છે.

પાકિસ્તાન આ વર્ષે સખત પડકારોમાંથી પસાર થઈ રહ્યું છે. દેશના પાક પર તીડના હુમલાથી 40% જેટલા પાકને અસર થઈ છે અને પાકિસ્તાને કૃષિ સંકટનો સામનો કરવો પડ્યો છે અને આ દરમિયાન કોરોના સંકટને કારણે લોકોની આવક પર ખરાબ અસર પડી છે. કોરોના કટોકટીએ પાકિસ્તાનના આરોગ્ય ક્ષેત્રના માળખાને પણ છતી કરી દીધી છે, તેમ છતાં,વડા પ્રધાન ઇમરાન ખાને આ વર્ષે બજેટ રજૂ કર્યું ત્યારે તેમણે સંરક્ષણ ક્ષેત્ર માટે 7.7 અબજનું બજેટ રાખ્યું હતું અને આ બજેટ ગયા વર્ષના સંરક્ષણ બજેટ કરતા 12 ટકા જેટલું વધુ છે અને પાકિસ્તાનના કુલ બજેટનો 18 ટકા હિસ્સો સંરક્ષણ ક્ષેત્ર માટે ખર્ચ કરવામાં આવે છે, જ્યારે બીજી તરફ ઇમરાન સરકારે આરોગ્ય ક્ષેત્ર માટે 148.6 મિલિયનનું બજેટ રજૂ કર્યું હતું, જોકે રાજ્ય સરકારોએ આરોગ્ય ક્ષેત્ર માટે વધારાના 2.7મિલિયન ડોલર નો ઉમેરો કર્યો છે.તેમ છતાં, રાજ્ય સરકારો અને ઇમરાન સરકાર દ્વારા આરોગ્ય ક્ષેત્ર માટે રાખવામાં આવેલા કુલ બજેટમાં દેશના સંરક્ષણ બજેટનો માત્ર એક તૃતીયાંશ ભાગ જેટલુ જ છે એટલે કે પાકિસ્તાનની સરકાર પાસે કોરોનાના ટેસ્ટિંગ માટેના નાણાં પણ નથી, પરંતુ તેમની માટે શસ્ત્ર ખરીદવું વધુ મહત્વનું છે. ઇમરાનના બજેટ બાદ વિપક્ષી નેતા શેરી રેહમાને ટ્વિટ કર્યું હતું કે, સંકટમાંથી પસાર થઈ રહેલા દેશ માટે આ રાષ્ટ્રીય બજેટ નથી.

કોરોનાને કારણે ઉભી થયેલી પરિસ્થિતિને કારણે, પાકિસ્તાનની વસ્તીના મોટા ભાગની વસ્તીને આજીવિકાના સંકટનો સામનો કરવો પડ્યો છે અને લગભગ 4 કરોડ લોકો આ સંકટનો સામનો કરી રહ્યા છે.આ સમયગાળા દરમીયાન, કોરોના વાયરસને કારણે, દેશના મોટાભાગના શહેરોની હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી ભરાયેલી છે અને રોગચાળો વધુ ફાટી નીકળવાની સ્થિતિમાં, પાકિસ્તાની હોસ્પિટલોમાં બીજી કોઈ વ્યવસ્થા નથી, પરંતુ આમ હોવા છતાં,પાકિસ્તાનમાં સંરક્ષણ ક્ષેત્રને બજેટમાં આટલું મોટું મહત્ત્વ આપવામાં આવ્યું છે તે સૈન્યના વધતા પ્રભાવ તરફ નિર્દેશ કરે છે. પાકિસ્તાનમાં કોરોના ટેસ્ટની સંખ્યા ખૂબ ઓછી હોવા છતાં, કોરોનાનાં 2.43 લાખ કેસ નોંધાયા છે અને લગભગ 5000 લોકોનાં મોત નીપજ્યાં છે. જો કે, વૈજ્ઞાનિકો અને ડોકટરોના અનુમાન મુજબ, પાકિસ્તાનમાં કોરોના દર્દીઓ અને મૃતકોની સંખ્યા આના કરતા ઘણી વધારે છે. દેશમાં આશરે 5000 આરોગ્ય કર્મચારીઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે અને 65 તબીબી વ્યાવસાયિકોનાં મોત નીપજ્યાં છે. કોરોના કટોકટીને લીધે સરકાર સામે લોકોનો રોષ અને અવિશ્વાસ વધી રહ્યો છે, કારણ કે લોકોને લાગે છે કે સરકાર કોરોના સંકટની વાસ્તવિકતાને છુપાવી રહી છે.આ ક્રોધને કારણે લોકોએ હવે તબીબી કર્મચારીઓ પર હિંસક હુમલો શરૂ કરી દીધો છે. ઇમરાન ખાનની પાર્ટી પાસે પાકિસ્તાનની સંસદમાંની કુલ 46% બેઠકો છે, પરંતુ કોરોના સંકટ દરમિયાન પાકિસ્તાની સરકારે જે રીતે બિનઅસરકારકતા દાખવી છે તે જોતાં લશ્કરને સરકારના કામમાં દખલ કરવાની તક મળી છે.

એક તરફ, ઇટાલી, સ્પેન, દક્ષિણ આફ્રિકા સહિત વિશ્વના ઘણા દેશોમાં કોરોના કટોકટીમાંસૈન્યએ સકારાત્મક ભૂમિકા ભજવી છે, જ્યારે પાકિસ્તાનમાં, સૈન્યએ આને એક તક તરીકે જોયો હતો અને જે ક્ષેત્રમાં ઇમરાન સરકાર નિષ્ફળ ગઈ છે તે દરેક વિસ્તારમાં સૈન્યએ દખલ કરી છે. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ ના મુખ્ય હોદ્દાઓ પર સૈન્યના નિવૃત્ત અથવા વર્તમાન અધિકારીઓનો કબ્જો છે. જ્યારે ઇમરાન ખાને કોરોના સંકટને હળવાશથી લીધો અને દેશમાં લોકડાઉનનો વિરોધ કર્યો ત્યારે સેનાએ 23 માર્ચે દેશમાં લોકડાઉન કરવાની જાહેરાત કરી હતી. પાકિસ્તાનના નાગરિક વહીવટમાં સેનાની દખલ એ હદ સુધી છે કે વડા પ્રધાન ઇમરાન ખાનના કમ્યુનિકેશન એડવાઇઝર પણ નિવૃત્ત સૈન્ય અધિકારી જનરલ અસીમ સલીમ છે, જ્યારે કોરોના સંકટને પહોંચી વળવા માટે બનાવવામાં આવેલા રાષ્ટ્રીય કમાન્ડ અને ઓપરેશન સેન્ટરની કમાન્ડ પણ સેનાના લેફ્ટનન્ટ જનરલ હેમૂદ ઉજ્જમેન દ્વારા સંભાળવામાં આવી રહી છે. એ જ રીતે, આરોગ્ય મંત્રાલય પણ રાષ્ટ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની સાથે મળીને કામ કરે છે તેની કમાન પણ સૈન્યના એક અધિકારીના હાથમાં છે.

Related posts

मुसीबत में है, व्हाट्साप

editor

સની લિયોન : આઇટમ સોંગ ક્વીન

aapnugujarat

આવતા સપ્તાહે પૃથ્વીને અથડાશે ચીનનું બેકાબૂ સ્પેસ સ્ટેશન!

aapnugujarat

Leave a Comment

UA-96247877-1