Aapnu Gujarat
બ્લોગ

સની લિયોન : આઇટમ સોંગ ક્વીન

પ્રારંભે હિટ ફિલ્મ આપ્યા બાદ એક પછી એક ફલોપ ફિલ્મના લેબલ મેળવી ચુકેલી સની લિયોની હવે ઇમેજ બદલીને બોલીવૂડના દરેક સ્ટાર સાથે કામ કરવા મથામણ કરી રહી છે. સેકસી ઇમેજને બદલીેને તે હવે ફિલ્મોમાં ચુંબન દ્રશ્યો આપવાનો પણ ઇન્કાર કરી રહી છે. તે પોતાની પાસે આવનારા નિર્માતાઓને સ્પષ્ટ કહી રહી છે કે સ્ક્રિપ્ટમાં ચુંબન કે અંતરંગ દ્રશ્ય હશે તો પોતે નહિ કરે. હાલમાં જ તેણે રજનીશ દુગ્ગલ સાથેની ફિલ્મમાં આવા દ્રશ્ય કરવાની ના કહી દીધી હતી. એક કિસીંગ સિન સ્ક્રિપ્ટની જરૂરિયાત હોવાનું નિર્દેશકે કહ્યું છતાં તેણે ના પાડી દીધી હતી. અગાઉ પણ તે રજનીશ સાથે એક ફિલ્મ કરી ચુકી છે. સની પોતાની પોર્ન ઇમેજમાંથી પીછો છોડાવી બોલીવૂડમાં સારી ફિલ્મો કરવા ઇચ્છે. તે શાહરૂખની ફિલ્મ રઇસમાં એક આઇટમ નંબરમાં, સોનાક્ષી સિન્હાની નૂરમાં એક નાનકડા રોલમાં કામ કરી ચુકી છે અને ઇમરાન હાસમી સાથે બાદશાહોમાં ડાન્સ સોંગ કરી રહી છે.બોલિવુડમાં સેક્સ બોમ્બ તરીકે જાણીતી અને સૌથી વધુ લોકપ્રિય હસ્તીઓમાં સામેલ સની લિયોન રઇસ ફિલ્મ બાદ બાદશાહોમાં જોરદાર આઇટમ સોંગ કરી રહી છે. તેની સાથે આ સોંગમાં ઇમરાન હાશ્મી રહેશે જેમાં કેટલાક બોલ્ડ સીન પણ જોવા મળી શકે છે. આ આઇટમ સોંગની ચર્ચા પહેલાથી જ શરૂ થઇ ગઇ છે. બાદશાહોમાં અજય દેવગન, ઇલિયાના અને ઇશા ગુપ્તાની ભૂમિકા છે. શાહરૂખ ખાન અભિનિત રઇસ ફિલ્મના લૈલા આઇટમ સોંગે ભારે ધુમ મચાવી હતી. આ ફિલ્મને સફળ કરવામાં આ ગીતની પણ ભૂમિકા રહી હતી. આ ગીત કર્યા બાદ સની લિયોન ભારે ચર્ચામાં આવી હતી. સની લિયોનને કેટલીક ફિલ્મોમાં આઇટમ સોંગ કરવા માટેની ઓફર મળી રહી છે. એવા અહેવાલ મળી રહ્યા છે કે તે ટુંક સમયમાં જ વધુ એક આઇટમ સોંગમાં નજરે પડનાર છે. જો કે તે આ વખતે બોલિવુડની સાથે સાથે દક્ષિણ ભારતની ફિલ્મમાં આઇટમ સોગ કરનાર છે. દક્ષિણ ભારત ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં તેના ડાન્સના જલવાને જોઇ શકાશે. સની લિયોને શાહરૂખ ખાન સાથે કામ કર્યા બાદ ભારે ખુશ છે. તે પોતાની બોલિવુડ કેરિયરને લઇને પણ આશાવાદી છે. ગળા કાપ સ્પર્ધા વચ્ચે એકબાજુ મોટી અને સારી અભિનેત્રી સફળ સાબિત થઇ રહી નથી ત્યારે સની લિયોન સફળ સાબિત થઇ રહી છે. તેની પાસે મોટા રોલની ફિલ્મ પણ આવી રહી છે. સની લિયોન પોતાની સેક્સી ઇમેજમાંથી બહાર નિકળી જવાના પ્રયાસ પણ કરી રહી છે. તે અરબાજ ખાન સાથે એક પારિવારિક ફિલ્મમાં પણ કામ કરી રહી હોવાના હેવાલ મળ્યા છે. સંજય દત્તની કમબેક ફિલ્મ ‘ભૂમિ’માં પણ સની લિયોનને આઇટમ સોંગ માટે લેવામાં આવી છે. સંજય દત્ત પણ આ ગીતમાં તેની સાથે ડાન્સ કરશે. ટ્રીપી-ટ્રીપી નામનું આ ગીત પ્રિયા સરૈયાએ લખ્યું છે અને સચીન-જીગરે કમ્પોઝ કર્યુ છે. કોરિયોગ્રાફી આઇટમ સોંગના માસ્ટર ગણેશ આચાર્યએ કરી છે. આ ગીતનું શુટીંગ આવતા મહિને થશે. સની કહે છે ગણેશ આચાર્ય સાથે મેં રિહર્સલ શરૂ કરી દીધુ છું. અમે કોઇની પણ કોપી આ ગીતમાં ન થાય તેનું ધ્યાન રાખી રહ્યા છીએ. સંજય દત્તની ઇચ્છા પણ સની સાથે કામ કરવાની હતી. ૨૨ સપ્ટેમ્બરે ફિલ્મ રિલીઝ થશે. પોતાની એપ લોન્ચ કરી ચૂકેલી સની લિયોન હવે ઇન્ડિયામાં બિઝનેસ વુમન બની ચૂકી છે. બોલિવૂડમાં આવી ત્યારે તેણે કોઇ અપેક્ષા રાખી નહોતી. તે કહે છે કે મારા માટે અહીં બધું જ નવું હતું. આજે પણ હું એમ જ માનું છું કે અહીં કામ કરવું મારી જિંદગીનો સૌથી મોટો અવસર છે. હું મહેનતમાં વિશ્વાસ કરું છું અને મારા જીવનની આ ક્ષણોમાં પણ કામ અને મહેનતને પ્રાથમિકતા આપું છું.
સની લિયોન ક્યારેક ક્યારેક નિરાશ પણ બની જાય છે. તે કહે છે કે જ્યારે હું નિરાશ થાઉં ત્યારે મારી નિરાશા દૂર કરવા મારી જાતને કામમાં ડુબાડી દઉં છું. હું મારી જાતને કહું છું કે મને મારા કામથી જ મતલબ હોવો જોઇએ. હું માત્ર સકારાત્મક બાબતો પર ધ્યાન આપવાનો પ્રયાસ કરું છું. કોઇ વ્યક્તિને દુઃખી કે કોઇ પણ પ્રકારના દર્દમાં જોઇને મને દુઃખ થાય છે.
ઉલ્લેખનીય છે કે ‘રઇસ’ ફિલ્મમાં સની ૧૯૮૦ની ઝિન્નત અમાનની ફિલ્મ ‘કુરબાની’ના ગીત ‘લયલા ઓ લયલાપ.’ પર ડાન્સ કરીને સનીએ ખાસ્સી લોકપ્રિયતા હાંસલ કરી હતી જો કે ફિલ્મ સફળ રહી ન હતી પણ સનીનું આઇટમ સોંગ સુપર ડુપર હીટ સાબિત થયું હતું. સની લિયોન ૩૭ વર્ષની થઇ છે. તેનો જન્મ ૧૩ મે,૧૯૮૧ના રોજ સર્નિયા ઓંટારિયો (કેનેડા)ના પંજાબી શીખ પરિવારમાં થયો હતો. સનીએ એડલ્ટ સ્ટાર તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. બોલિવૂડની અનેક હિટ ફિલ્મ્સમાં કામ કરી ચૂકેલી સનીના ફિલ્મી કરિયર વિશે તો બધા જ જાણે છે. પરંતુ તેની રિયલ લાઇફ વિશે એવી અનેક વાતો છે. જે તેના ફેન્સ જાણતાં નથી.સની મૂળ રૂપે પંજાબી છે. તેનો જન્મ ભલે ઓટારિયો, કનાડામાં થયો હોય પણ કરનજીત મતલબ સનીએ પોતાના બાળપણનો મોટાભાગનો સમય દિલ્હીમાં વીતાવ્યો છે. સનીના પિતા દિલ્હીના રહેનારા અને માતા હિમાચલ પ્રદેશની રહેનારી હતી. બાળપણમાં સનીને હોકી રમવાનો ખૂબ શોખ હતો અને સિંગિગ અને ડાંસ પણ ગમતો હતો. સની કહે છે કે ભલે તે કનાડામાં ઉછરી હોય પણ ઘરમાં તેના ભારતીય વાતાવરણ જ રહેતુ હતુ.કહે છે કે સનીએ પહેલીવાર શાળામાં ૧૧ વર્ષની વયે કિસ કર્યુ . માત્ર ૧૬ વર્ષની વયે એક બાસ્કેટ બોલ ખેલાડી સાથે પોતાની વર્જનિટી ગુમાવી દીધી અને ૧૮ વર્ષની વયે તેને જાણ થઈ કે તે બાયસેક્સુઅલ છે. બાઈસેક્સુઅલ હોવા છતા તેને પુરૂષો વધુ પસંદ છે. સની ભલે ભારતીય પરિવારમાં ઉછરી હોય પણ તેના વિચાર પહેલાથી જ આધુનિક છે. મિત્રોની સલાહ પર સનીએ પોતાનુ કેરિયર મોડેલિંગ દ્વારા શરૂ કર્યુ. સની ખૂબસૂરત તો હતી જ તેથી તેણે સહેલાઈથી કામ પણ મળી ગયુ. આ દરમિયાન તેને એડલ્ટ એંટરટેનમેંટ ઈંડસ્ટ્રીમાંથી ઓફર મળી. સનીએ કેમેરા માટે કપડા ઉતારવા શરૂ કર્યા અને થોડાક સમયમાં તે આ ઈન્ડસ્ટ્રીનું એક મોટુ નામ બની ગઈ.
સનીએ લગભગ ૪૧ પોર્ન ફિલ્મોમાં કામ કર્યુ અને ૪૩ફિલ્મો ડાયરેક્ટ પણ કરી.સની લિયોને એક ઈંટરવ્યુમાં કહ્યુ હતુ, ’મારો પરિવાર મને પ્રેમ કરે છે. તેમને આનાથી કોઈ ફરક નથી પડતો કે હું શુ કરુ છુ. કોઈપણ માતાપિતા પોતાના બાળકોને પ્રેમ કરવાનું બંધ કરી શકતા નથી. હુ મારા પિતાની પરી છુ. હા એ સાચુ છે કે મારા પિતા નથી ઈચ્છતા કે હુ પોર્ન ફિલ્મોમાં કામ કરુ પણ મે તેમને મારા પ્લાન બતાવ્યા છે, અને સૌથી જરૂરી વાત મેં તેમને એ જણાવી કે હુ જે કરી રહી છુ તેમા ખુશ છુ અને તેઓ પણ આવુ જ ઈચ્છે છે. ઘણા લોકોને વિશ્વાસ નથી થતો કે સની લિયોન પરણેલી છે. લોકો કહે છે કે એક પોર્ન સ્ટાર સાથે લગ્ન કોણ કરશે. પણ આ સત્ય છે કે સનીનુ લગ્ન ૨૦૧૧માં ડેનિયલ વેબર સાથે થઈ ચુક્યુ છે. ડેનિયલ પણ પોર્ન ઈંડસ્ટ્રી સાથે સંકળાયેલા છે. તેમણે સનીની ઘણી પોર્ન ફિલ્મોને ડાયરેક્ટ કરી છે. ડેનિયલ પોતે પણ પોર્ન ફિલ્મોમાં કામ કરે છે. સનીએ એક ઈંટરવ્યુમાં કહ્યુ હતુ કે તે મા બનવા માંગે છે.
જૂન ૨૦૦૬માં સનીએ અમેરિકાની નાગરિકતા સાથે કનાડાની પણ લીધી હતી. પરંતુ એપ્રિલ ૨૦૧૨માં તેણે જાહેર કર્યુ કે તે હવે ભારતમાં રહેવાની છે. ઈન્ટરવ્યુમાં તેણે કહ્યુ કે તે ભારતની ઓવરસીઝ સિટીઝન છે અને તેને આ નાગરિકતા તેના માતા-પિતાને કારણે મળી, કારણ કે તેના માતા પિતા ભારતીય હતા. તેણે ’જિસ્મ ૨’ના શૂટિંગ પહેલા જ આ માટે અપ્લાય કરી દીધુ હતુ.ફિલ્મોમાં બેબી ડોલ અને આઇટમ ગર્લ તરીકે જ પ્રસ્થાપિત થઇ ચૂકેલી બોલિવૂડ સ્ટાર સની લિયોન હવે પ્રાદેશિક ભાષાની ફિલ્મોમાં પણ રસ દાખવી રહી છે. સનીએ જણાવ્યું હતું કે હવે હું ફિલ્મોમાં આઇટમ ગર્લ કે આઇટમ સોંગ સુધી સીમિત રહેવા માગતી નથી. મારે મારા અભિનયનો સ્તર વધારવો છે. ફિલ્મોમાં મહત્ત્વના રોલ મને મળે તે માટે મેં પ્રયાસ શરૂ કરી દીધા છે.
નોંધનીય છે કે સનીને લીડ રોલમાં ચમકાવતી ત્રણ ફિલ્મો હાલ ડબ્બા બંધ થઇ ગઇ છે. સેન્સર બોર્ડના મતે અભિનેત્રીએ આ ફિલ્મોમાં જરૂરિયાત કરતાં વધારે અંગ પ્રદર્શન અને માદક અદાઓ દાખવી છે. સનીએ એક મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે હવે હું સારા પ્રોજેકટસને જ હાથમાં લેવા માગું છું.
રિજનલ ફિલ્મોનો મહત્ત્વનો ભાગ બનવું મને ગમશે. મને ફિલ્મોમાં ભાષા કઇ છે તેનાથી કોઇ ફરક પડતો નથી. ફિલ્મની સ્ક્રિપ્ટમાં મારા કિરદારને કેટલું મહત્ત્વ આપવામાં આવે છે તે જ મારા માટે અત્યારે મહત્ત્વનું છે. હું અહીં ઘણું શીખી રહી છું

Related posts

જ્યારે યુવતીએ કહી દીધું કે ભયભીત કરે તે નહીં પરંતુ ભય મુક્ત કરે એ સાચો પ્રેમ

aapnugujarat

EVENING TWEET

aapnugujarat

૮ રાષ્ટ્રોમાં ૪૯ કરોડ લોકો ભુખમરાનો શિકાર : સર્વે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1