Aapnu Gujarat
ગુજરાત

સ્વાઇન ફ્લુ અંગે આરોગ્ય શિક્ષણ આપીને વિરમગામમાં અનોખી રીતે શીક્ષક દિનની ઉજવણી કરાઇ

ઇન્ડીયન પબ્લીક સ્કુલ તથા લાયન્સ ક્લબ વિરમગામ દ્વારા લોકોને સ્વાઇન ફ્લુ અંગે આરોગ્ય શિક્ષણ આપીને અનોખી રીતે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. વિરમગામના ગોલવાડી દરવાજા થી ટાવર સુધી સ્વાઇ ફ્લુ જન જાગૃતિ  રેલી કાઢવામાં આવી હતી. તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ દ્વારા લોકોને સ્વાઇન ફ્લુ અંગેની જનજાગૃતિ પત્રીકા આપીને સ્વાઇન ફ્લુ થી બચવાના ઉપાયો સમજાવવામાં આવ્યા હતા તથા લાયન્સ ક્લબ દ્વારા ત્રિપલ લેયર માસ્કનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં આઇપીએસ સ્કુલના ડાયરેક્ટર રાજુભાઇ પ્રજાપતિ, રેણુબેન, લાયન્સ ક્લબના હર્ષદભાઇ, સામાજીક કાર્યકર તેજશભાઇ વજાણી, હરીવંશભાઇ શુક્લ, નીલકંઠ વાસુકીયા સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સ્વાઇન ફ્લુના રોગમાં શરદી, ઉધરસ, અને ગળામાં દુ:ખાવો, ભારે તાવ તથા શરીર તૂટવુ અને નબળાઇ તથા ઝાડા કે ઝાડા-ઉલ્ટી થવા, શ્વાસ ચઢવો જેવા ન્યુમોનિયાના જેવા લક્ષણો હોય છે.  સ્વાઇન ફ્લુ ના ઇન્ફેક્શનથી બચવા માટે વધુ ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવુ, ઉધરસ, છીંક વેળા મોઢું-નાક ઢાંકીને રાખવુ,  હસ્તધૂનન કરવાનું ટાળવુ તથા હાથ સાબુ અને પાણીથી વારંવાર ધોવા જોઇએ તથા પોષ્ટીક આહાર લેવો અને પુરતી ઉંઘ લેવી જોઇએ.  આ ઉપરાંત નાક, આંખ કે મોઢાને અડકતા પહેલા અને પછી તમારા હાથ વારંવાર સાબુથી ધૂવો. તાવ, ઉધરસ, ખરાબ ગળુ, શ્વાસ લેવામાં તકલીફ જેવા કોઇ પણ લક્ષણો જણાય તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો અને વિનામૂલ્યે નિદાન, દવા અને તમામ સારવાર માટે સરકારી દવાખાના અને હોસ્પિટલનો સંપર્ક કરવો જોઇએ.

રિપોર્ટર :- નીલકંઠ વાસુકીયા (વિરમગામ)

Related posts

શ્રાવણના સોમવારે સોમનાથ હર હર મહાદેવના નાદથી ગુંજ્યુ

aapnugujarat

રૂપાલા મુદ્દે ક્ષત્રિય સમાજનું ભાજપને 4 દિવસનું અલ્ટીમેટમ

aapnugujarat

चेक रिटर्न के केस में महिला डॉक्टर को छह महीने कैद

aapnugujarat

Leave a Comment

UA-96247877-1