Aapnu Gujarat
ગુજરાત

હાઇકોર્ટ ત્રણ દિવસ સુધી સંપૂર્ણપણે બંધ, આઠ કર્મચારીઓ અને એક કોન્સ્ટેબલ કોરોના પોઝિટિવ

હાઇકોર્ટ સંકુલમાં અત્યાર સુધીમાં આઠ કર્મચારીઓ અને એક કોન્સ્ટેબલ કોરોના પોઝિટિવ હોવાથી માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જેવી પરિસ્થિતિ છે. જેના કારણે 8 થી 10 જુલાઇ દરમિયાન સંકુલ સંપૂર્ણપણે બંધ રાખી ત્યાં સફાઇ અને સેનિટાઇઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. હાઇકોર્ટના જ્યુડિશીયલ વિભાગના એક કર્મચારીને કોરોના થતા સંકુલમાં સઘન ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે દરમિયાન હાઇકોર્ટના વહીવટી વિભાગના છ કર્મચારી અને વિજિલન્સ વિભાગના એક કોન્સ્ટેબલનો કોરોના રિપોર્ટ પોઝિટિવા આવ્યો છે.

આ ઉપરાંત હજુ પણ સંકુલમાં વિવિધ કર્મચારીઓનું કોરોના ટેસ્ટિંગ ચાલી રહ્યું છે.સામાન્ય રીતે કોઇ વિસ્તારમાં ત્રણ કે તેથી વધુ કેસ હોય તો તે વિસ્તારને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવે છે. તેથી હાઇકોર્ટની સ્ટેન્ડિંગ કમિટીએ અધિક મુખ્ય સચિવ સચિવ રાજીવ ગુપ્તા સાથે વીડિયો કોન્ફરન્સ કરી હતી .

જેના અંતે નિર્ણય લેવાયો છે કે 8થી 10 જુલાઇ દરમિયાન હાઇકોર્ટ સંકુલ સંપૂર્ણપણે બધ રાખવામાં આવશે અને દરેક જગ્યાએ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સફાઇ અને સેનિટાઇઝેશનની કામગીરી હાથ ધરવામાં આવશે.

Related posts

ધોળકામાં ભવ્ય ડાયરાનું આયોજન કરાયું

aapnugujarat

વડોદરામાં અપહૃત બે બાળકો મળી આવ્યાં, મોબાઇલ લોકેશને કરી મદદ

aapnugujarat

ગુજરાત ૭૪ ટકા ઘન કચરાના નિકાલ સાથે દેશમાં બીજા ક્રમે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1