Aapnu Gujarat
ગુજરાત

રાજ્યની તમામ યુનિવર્સિટીની પરીક્ષા સપ્ટેમ્બરના અંત સુધીમાં પુરી કરવા સૂચના

ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા સપ્ટેમ્બરના અંત સુધીમાં પુરી કરવા માટે રાજ્યના શિક્ષણ વિભાગે તમામ યુનિવર્સિટીને આદેશ કર્યો છે. સાથે સાથે યુજીસી અને રાજ્યની કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને પરીક્ષાનું આયોજન કરવા જણાવ્યું છે. આ પરીક્ષામાં વિદ્યાર્થીઓને ઓનલાઇન અને ઓફલાઈનના બે વિકલ્પ આપવા પણ સૂચન કર્યું છે.

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને યુનિવર્સિટીઓ તથા કોલેજોને અંતિમ વર્ષની પરીક્ષા લેવા માટે છૂટ આપી છે તેના ભાગરૂપે ગુજરાતમાં પણ મોકુફ ૨ખાયેલી તમામ ફાઈનલ પરીક્ષાઓ લેવા તૈયારી શરૂ કરી છે અને સપ્ટેમ્બ૨ના અંત સુધીમાં રાજ્યમાં આ પરીક્ષાઓ પુરી કરીને દિવાળી બાદ નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય તેવા આયોજનો સાથે રાજ્ય સ૨કા૨ આગળ વધી ૨હી છે.

રાજ્ય સ૨કારે સ્નાતક કક્ષાએ ફાઈનલ સેમેસ્ટ૨ તથા પોસ્ટ ગ્રેજ્યુએશનમાં બીજા અને ચોથા સત્રની પરીક્ષા લેવા માટે જે તે યુનિવર્સિટી અને કોલેજોને નિર્ણય લેવા જણાવ્યું છે, જેના કા૨ણે સ૨ળતાથી સમગ્ર કાર્યવાહીને પુરી કરી શકાશે. અંડર ગ્રેજ્યુએટની ફાઈનલ સેમેસ્ટ૨ અને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં બીજા અને ચોથા સેમેસ્ટ૨ની પરીક્ષા લેવાશે જ્યારે અન્ય પરીક્ષામાં UGC કોલેજો અને યુનિવર્સિટીને વિદ્યાર્થીઓના આંતરિક મૂલ્યાંકન અને અગાઉના સેમેસ્ટ૨ની પરીક્ષાના આધારે પાસ ક૨વા માટે જણાવ્યું છે. જે પરીક્ષા લેવાશે તેમાં ઓનલાઈન ઉપરાંત ઑફલાઇન સાથેની પરીક્ષા લઈ શકાશે.

Related posts

10 जुलाई तक बंद रहेगा गुजरात हाइकोर्ट

editor

પોલીસ જવાનોની કરાશે ભરતી : પ્રદિપસિંહ

aapnugujarat

ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજાપુર ગાયત્રી મંદિર ખાતે યજ્ઞ યોજાયો

editor

Leave a Comment

UA-96247877-1