Aapnu Gujarat
મનોરંજન

સુશાંત સિંહની છેલ્લી ફિલ્મ દિલ બેચારાના ટ્રેલરે રચ્યો ઇતિહાસ, ફિલ્મના ટ્રેલરને 5.5 મિલિયન લાઇક્સ

સુશાંત સિંહની છેલ્લી ફિલ્મ દિલ બેચારાનું ટ્રેલર 6 જુલાઈના રિલીઝ થયું હતું અને ફેન્સે આ ટ્રેલરને ખૂબ જ પ્રેમ આપ્યો છે. અને મહત્વનું તો એ છે કે, 24 કલાકથી પણ ઓછા સમયમાં આ ટ્રેલર યુટ્યુબ પર સૌથી વધુ લાઇક્સ મેળવનાર ટ્રેલર બની ગયું છે. અને ઇતિહાસ રચી દીધો છે. હોલિવૂડ ફિલ્મ એવેન્જર્સ: એન્ડગેમ અને એવેન્જર્સ: ઈન્ફિનિટી વોરનો રેકોર્ડ તોડીને દિલ બેચારા પહેલા નંબર પર આવી ગઈ છે.

ફિલ્મનું ટ્રેલર 6 જુલાઇ સોમવારે સાંજે 4 વાગ્યે અપલોડ થયું હતું અને શરૂઆતના 21 કલાકમાં જ ટ્રેલરને 5.5 મિલિયન એટલે કે 55 લાખ લોકોએ લાઇક કર્યું હતું. આ ટ્રેલરને 25 મિલિયન એટલે કે અઢી કરોડથી પણ વધુ લોકોએ જોયુ છે.

સૌથી વધુ લાઈક ધરાવનાર ટ્રેલર જોઇએ તો તે છે, દિલ બેચારા જેને 5.5 મિલિયન લાઇક્સ અત્યાર સુધીમાં મળી છે, તેના પછી એવેન્જર્સ: ઈન્ફિનિટી વોર જે 2017માં આવ્યુ હતુ અને તેને 3.6 મિલિયન લાઇક્સ મળી હતી અને એવેન્જર્સ: એન્ડગેમને 3.2 મિલિયન લાઇક્સ મળી હતી.

તમને જણાવી દઇએ કે, દિલ બેચારા ફિલ્મનું અગાઉ નામ કીઝી ઔર મેની રાખવામાં આવ્યું હતું પણ 2019માં ફિલ્મનું નામ બદલીને દિલ બેચારા રાખવામાં આવ્યું. ફિલ્મની રિલીઝ ડેટ અગાઉ 29 નવેમ્બર, 2019 હતી પરંતુ ત્યારબાદ 8 મે, 2020 કરી દેવાઈ હતી. કોરોના મહામારી અને લોકડાઉનને કારણે રિલીઝ અટકી પડી. અને માટે હવે આ ફિલ્મને ઓનલાઇન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર 24 જુલાઈના રોજ બધા માટે ફ્રીમાં સ્ટ્રીમ થવાની છે.

ઉલ્લેખનીય છે કે, 14 જૂને સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી હતી અને તે બાદ આ ફિલ્મ ઘણી ખાસ અને મહત્વની બની ગઈ છે. દરેક સ્ટાર આ ફિલ્મને પ્રમોટ કરી રહ્યા છે. દિલ બેચારા ફિલ્મ ધ ફોલ્ટ ઈન અવર સ્ટાર્સનું અડેપ્ટેશન છે. આ ફિલ્મથી સુશાંતનો મિત્ર અને કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાએ ડિરેક્ટર તરીકે ડેબ્યુ કર્યું છે. જ્યારે ફિલ્મની લીડ એક્ટ્રેસ સંજના સાંઘીની પણ આ ડેબ્યુ ફિલ્મ છે. ફિલ્મમાં સૈફ અલી ખાનનો સ્પેશિયલ અપિઅરન્સ છે.

Related posts

મીના કુમારીની ભૂમિકા અદા કરવા સની તૈયાર થઇ

aapnugujarat

૮ વર્ષ બાદ સાથે દેખાશે અભિષેક-ઐશ્વર્યા

aapnugujarat

राजामौली के काम की प्रशंसक हैं मानुषी छिल्लर

editor

Leave a Comment

UA-96247877-1