Aapnu Gujarat
ગુજરાત

ઈડર પોલીસે વાહન ચોર ગેંગ ઝડપી

સાબરકાંઠાની ઈડર પોલીસે વાહન ચોર ગેંગને પકડી પાડવામાં સફળતા મેળવી છે. છેલ્લાં ઘણાં સમયથી અવાર નવાર વાહન ચોરાઈ જવાની ઘટનાઓ બનતી હોય છે ત્યારે આવા ગુન્હાઓને અંકુશમાં લાવવા માટે સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા ચૈતન્ય માંડલીકની સૂચના આધારે ઇડર પોલીસે રાજસ્થાનના કોટડા છાવણી ચોર ટુકડીને બાતમીને આધારે ઈડર ભિલોડા ત્રણ રસ્તા પાસેથી આ ગેંગને પકડી પાડી હતી.
સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, બનાસકાંઠા અલગ-અલગ જિલ્લામાંથી મોટરસાયકલની ચોરી કર્યાની કબૂલાત કોટડા છાવણી ગેંગે કરી હતી જેમાં ઇડર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.એલ.વાઘેલાએ આ ટોળકી પાસેથી ૧૨ જેટલી મોટર સાઇકલ કબજે કરી તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

વણકર યુવા સમિતિ વડોદરા દ્વારા ગાંધીનગર ખાતે વણકર જ્ઞાતિના ઉચ્ચ અભ્યાસુ યુવક – યુવતીઓનો જીવનસાથી પસંદગી મેળો યોજાયો

aapnugujarat

सूरत के उमवाडा क्षेत्र में स्थित सरकारी स्कूल में बच्ची के साथ शिक्षक द्वारा छेड़छाड़

aapnugujarat

અમદાવાદમાં કાતિલ ઠંડીનું મોજુ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1