Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં કાતિલ ઠંડીનું મોજુ

ગુજરાતમાં ફરી એકવાર કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પારો ૧૦થી પણ નીચે પહોંચી ગયો છે. અમદાવાદમાં પણ આજે સતત બીજા દિવસે તીવ્ર ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. અમદાવાદમાં રવિવારના દિવસે લોકોએ ઘરમાં રહેવાનું પસંદ કર્યું છે. સવારથી જ તીવ્ર ઠંડા પવનો ફુંકાયા હતા. રાજ્યના જે વિસ્તારોમાં પારો ૧૦થી નીચે રહ્યો હતો તેમાં અમદાવાદમાં ૯.૧, ડિસામાં ૭.૨, ગાંધીનગરમાં ૯.૫, વલસાડમાં ૯.૬, નલિયામાં ૭, કંડલા એરપોર્ટમાં ૯.૨ ડિગ્રીનો સમાવેશ થાય છે. ગુજરાતના લોકોને આંશિક રાહત થઇ છે. કારણ કે કોલ્ડવેવની ચેતવણી જારી કરવામાં આવી નથી. જો કે, એકંદરે રાજ્યના અનેક ભાગોમાં પારો આજે પણ ૧૦થી નીચે રહ્યો હતો પરંતુ સ્થિતિમાં આંશિક સુધારો થયો છે. તાપમાનમાં હજુ ઘટાડો થવાની આગાહી અકબંધ રાખવામાં આવી છે પરંતુ કોલ્ડવેવની કોઇ ચેતવણી જારી કરાઈ નથી. ૧૫મી જાન્યુઆરી બાદ ઠંડીમાં સામાન્યરીતે ઘટાડાની શરૂઆત થઇ જાય છે પરંતુ હજુ સુધી તીવ્ર ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. દિલ્હી અને એનસીઆરમાં વરસાદ તેમજ હિમાચલપ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષાની સીધી અસર જોવા મળી રહી છે. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી બે ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઇ ફેરફાર થશે નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે, ગયા સોમવારના દિવસે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છના જુદા જુદા ભાગોમાં કમોસમી વરસાદના પરિણામ સ્વરૂપે ફરી એકવાર ખેડુતો અને સામાન્ય લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા. કમોસમી વરસાદના લીધે ખેડુતોને જીરૂ અને શિયાળા પાકને ભારે નુકસાન થવાની શક્યતા છે. આ પ્રકારના કમોસમી વરસાદના કારણે ખેડુતોની ચિંતામાં વધારો થયો હતો. અમદાવાદમાં આજે લઘુત્તમ તાપમાન વધીને ૯.૧ ડિગ્રી રહ્યું હતું.અમદાવાદ શહેરમાં આજે વહેલીસવારથી જ ઠંડા પવનો ફુંકાયા હતા. અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, આવતીકાલે પારો ૧૦ ડિગ્રી રહી શકે છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ગઇકાલની સરખામણીમાં ઘટ્યું હતું. સૌરાષ્ટ્ર અને કચ્છમાં કાતિલ ઠંડીનો ચમકારો લોકો અનુભવી રહ્યા છે. બીજી બાજુ રાજસ્થાનના ઘણા ભાગોમાં ભારે કમોસમી વરસાદ પડતા જોરદાર ઠંડી પ્રવર્તી રહી છે જેની અસર અહીં પણ જોવા મળી રહી છે. સવારમાં અને મોડી રાત્રે જોરદાર ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે.

Related posts

અમદાવાદમાં ગેરકાયદે ડોમ, શેડ સહિત માળખા તોડવાનું શરૂ

aapnugujarat

સોમનાથ મહાદેવને વૈષ્ણવ શ્રૃંગાર કરાયો

aapnugujarat

केंद्र का गुजरात के प्रति हकारात्मक रवैया रहा है : जगदीश भावसार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1