Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પ્રજાસત્તાક દિવસની દેશમાં ઉજવણી : તાકાતનું પ્રદર્શન

દેશભરમાં પ્રજાસત્તાક દિવસની ગઇકાલે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ઐતિહાસિક રાજપથ ખાતે આયોજિત ભવ્ય પરેડમાં ભારતની તાકાતનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભારતીય સૈન્ય બળની ઝાંકી નિકળી ત્યારે દેશવાસીઓ ગર્વથી ઝુમી ઉઠ્યા હતા. ભૂમિ સેના, હવાઈ દળ અને નૌસેનાની ટુકડીઓ જ્યારે પરેડમાં નિકળી ત્યારે દેશભક્તિની ધૂન ચારેબાજુ જોવા મળી હતી. તમામ લોકો ગૌરવ અનુભવી રહ્યા હતા. સૈન્ય હથિયારોની સાથે દેશની તાકાતનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભવ્ય પરેડનું નેતૃત્વ મેજર જનરલ અસીત મિસ્ત્રીએ કર્યું હતું. પરેડ દરમિયાન ટી-૯૦, ભવ્ય ટેંકનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સ્વસંચાલિત હોવિત્ઝર, કે-૯ અને વ્રજ-ટીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આકાશમાં રહીને દેશનં રક્ષણ કરનાર ધ્રુવ અને રુદ્ર હેલિકોપ્ટરના પ્રદર્શન પણ યોજાયા હતા. આ વર્ષે પરેડમાં લેફ્ટીનન્ટ ભાવના કસ્તુરીએ ઇતિહાસ રચીને સેનાના દળનું નેતૃત્વ કર્યું હતું જેમાં તમામ પુરૂષો હતા જ્યારે લેફ્ટી અંબિકા સુધાકરને ભારતીય નૌકાસેનાની માર્ચિગનું નેતૃત્વ કર્યું હતું. અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા અને ત્રાસવાદી હુમલાની દહેશત વચ્ચે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મુખ્ય ઉજવણીમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા તેમના કેબીનેટના પ્રધાનો ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વિપક્ષના તમામ નેતાઓ પણ હાજર રહ્યા હતા. આ વર્ષે પ્રજાસત્તાક દિવસે આયોજિત કાર્યક્રમમાં અને પરેડમાં ૫૮ જનજાતિ મહેમાન પણ આકર્ષણ રહ્યા હતા. જુદા જુદા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની ૨૨ ઝાંકીઓ તેમજ સ્કુલી બાળકો દ્વારા રજૂ કરાયેલા કાર્યક્રમ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. પ્રજાસત્તાક દિવસ કાર્યક્રમની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ડિયા ગેટ સ્થિત અમર જવાન જ્યોતિ પર શહીદોને પુષ્પાજંલિ આપીને કરી હતી. વિકાસ પર આધારિત કેન્દ્ર સરકારના જુદા જુદા વિભાગની ઝાંકીઓ પણ આ વર્ષે રજૂ કરવામાં આવી હતી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૦મી જ્યંતિને ધ્યાનમાં લઇને મોટાભાગની ઝાંકીઓમાં મહાત્મા ગાંધીની બાબતો રજૂ થઇ હતી. સાંસ્કૃતિક વિષય પર આધારિત કેટલીક ઝાંકીમાં લોકનૃત્ય પણ જોવા મળ્યા હતા. રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી ચુકેલા ૨૬ બાળકો પણ ખુલી જીપમાં બેસીને ઝાંકીમાં ભાગ લેવા પહોંચ્યા હતા. આ વર્ષે પ્રજાસત્તાક દિવસની પરેડ આશરે ૯૦ મિનિટ સુધી ચાલી હતી. ભવ્ય કાર્યક્રમમાં દક્ષિણ આફ્રિકાના પ્રમુખ સિરિલ રામાફોસા મુખ્ય મહેમાન રહ્યા હતા. રામાફોસાએ ભવ્ય કાર્યક્રમને ખુબ જ ઉત્સાહ સાથે નિહાળ્યા હતા. વડાપ્રધાન મોદીની પાસે તેઓ કાર્યક્રમમાં ગોઠવાયા હતા. જુદા જુદા રાજ્યોના ટેબ્લો પણ મુખ્ય આકર્ષણ રહ્યા હતા. સાથે સાથે સેનાની ભવ્ય પરેડ આકર્ષણનુ કેન્દ્ર રહી હતી. આઇએસ અને અન્ય ત્રાસવાદી સંગઠનની હુમલાની દહેશત વચ્ચે પ્રજાસત્તાક દિવસની ઉજવણીને લઈને દિલ્હી એરપોર્ટ, મેટ્રો સ્ટેશનો, રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન તથા ધાર્મિક સ્થળો ખાતે ખાસ સુરક્ષા રાખવામાં આવી હતી. ઉત્તરપૂર્વમાં અનેક બળવાખોર સંગઠન સક્રિય છે. જેથી અહીં પણ વિશેષ સુરક્ષા રાખવામાં આવી હતી. આસામ અને મણિપુરમાં ખાસ સુરક્ષા રાખવામાં આવી હતી. તમામ રાજ્યોમાં પોલીસ પેટ્રોલિંગ અને અન્ય પ્રકારની ચકાસણી મજબુત બનાવી દેવામાં આવી હતી. રાષ્ટ્રીય પાટનગર દિલ્હી, જમ્મુ-કાશ્મીર સહિત દેશના તમામ રાજ્યોમાં ઉજવણીને લઇને સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી હતી. સમગ્ર દિલ્હી છાવણીમાં ફેરવાઈ ગયું હતું. દેશના અન્ય રાજ્યોમાં પણ મજબૂત સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી હતી. સાવચેતીના તમામ પગલાં લેવામાં આવ્યાં હતા. દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીની છેલ્લા કેટલાક દિવસથી તૈયારીઓ ચાલી રહી હતી. રિહર્સલનો દૌર ચાલી રહ્યો હતો.

Related posts

शहीद औरंगजेब के दो भाई बदला लेने के लिए सेना में हुए शामिल

aapnugujarat

જમ્મુ ટેરર એટેક : બે JCO સહિત પાંચ જવાનો શહીદ થયા

aapnugujarat

ट्रैक्टर, कम्प्यूटर पाट्‌र्स समेत ६६ प्रोडक्ट्‌स पर घटा जीएसटी रेट

aapnugujarat

Leave a Comment

UA-96247877-1