Aapnu Gujarat
રાષ્ટ્રીય

હવે ઘરે બેઠા રિપ્રિન્ટ કરાવી શકાશે આધારકાર્ડ

આધારકાર્ડ વિના બેંક એકાઉન્ટ, રાશન કાર્ડ જેવા અનેક કામ અટકી જાય છે. જ્યારે તમને ખબર પડે છે કે તમારૂ આધાર કાર્ડ ખોવાઈ ગયું છે કે ફાટી ગયું છે તો તમે તેને ઘરે બેઠાં રિપ્રિન્ટ કરાવી શકો છો. આ માટે યુઆઈડીએઆઈએ જાણકારી આપી છે. જો તમે નવું આધારકાર્ડ ઈચ્છો છો તો તમે યુઆઈડીએઆઈની વેબસાઈટ પર જઈને નવું પ્રિન્ટ માટે ઓર્ડર આપી શકો છો. સંસ્થાનો દાવો છે કે અત્યારસુધી ૬૦ લાખ ભારતીય નાગરિકો ઓર્ડર આધાર રિપ્રિન્ટ સર્વિસનો લાભ લઈ ચૂક્યા છે. દાવાના આધારે ૧૫ દિવસની અંદર સ્પીડ પોસ્ટની મદદથી તમે રિપ્રિન્ટેડ આધાર કાર્ડ ડિલિવર કરાશે. યુઆઈડીએઆઈની વેબસાઈટ અને એમઆધાર એપની મદદથી આધાર રિપ્રિન્ટ કરાવી શકાય છે. આધાર રિપ્રિન્ટ માટે એપ્લાય કર્યા બાદ આધારકાર્ડ ધારકની પાસે પોતાનો આધાર નંબર કે વર્ચ્યુઅલ આઈડેન્ટિફિકેશન નંબર એટલે કે વીઆઈડી હોવું જોઈએ. ખાસ વાત એ છે કે જો તમારો મોબાઈલ નંબર આધારમાં રજિસ્ટર્ડ નથી તો પણ તમે આધાર રિપ્રિન્ટ કરાવી શકો છો. તેમાં નોન રજિસ્ટર્ડ મોબાઈલ નંબર એટલે કે ઓટીપીનું ઓપ્શન છે. આધાર રિપ્રિન્ટ કરાવવા માટે ૫૦ રૂપિયાનો ચાર્જ આપવાનો રહેશે. તેમાં જીએસટી અને સ્પીડ પોસ્ટ ચાર્જ સામેલ છે. રિપ્રિન્ટ આધાર લેટર સ્પીડ પોસ્ટના માધ્યમથી ૧૫ દિવસોમાં આધાર કાર્ડ ધારકના રજિસ્ટર્ડ સરનામે ડિલિવર કરી દેવાશે.

Related posts

भारत में २० करोड़ वाहनों के सामने केवल ७२ हजार ट्रैफिक पुलिस

aapnugujarat

લોકસભા-વિધાનસભા ચૂંટણી એકસાથે કરાવવા ટીડીએસ-સપા ભાજપની સાથે

aapnugujarat

મોદીના એક વર્ષમાં ૫૧ ટકા ફોલોઅર્સ વધી ગયા : રિપોર્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1