Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મોદીના એક વર્ષમાં ૫૧ ટકા ફોલોઅર્સ વધી ગયા : રિપોર્ટ

ટિ્‌વટર પર સૌથી વધારે ફોલો કરનાર ભારતીય બની ગયા બાદ એક વર્ષ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હવે ૩૭.૫ કરોડ લોકો ફોલો કરી રહ્યા છે. એક વર્ષમાં ૫૧ ટકા ટિ્‌વટર ફોલોઅર્સ મોદીના વધી ગયા છે. સોશિયલ મિડિયા ઉપર તમામ લોકો કરતા મોદી હજુ પણ સૌથી લોકપ્રિય તરીકે રહ્યા છે. મોદીની લોકપ્રિયતા સોશિયલ મિડિયા ઉપર અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, વિરાટ કોહલી, રિતિક રોશન, આમિર ખાન, સલમાન ખાન કરતા પણ વધારે રહી છે. જીએસટી, નોટબંધી જેવા કઠોર નિર્ણય કરવામાં આવ્યા હોવા છતાં તેમની લોકપ્રિયતામાં ઘટાડો થયો નથી. વર્ષ ૨૦૧૭માં સૌથી વધારે ચર્ચાસ્પદ વિષય અંગે પૂછવામાં આવતા ટિ્‌વટર ઇન્ડિયાના કન્ટ્રી ડિરેક્ટર તરણજીતસિંહે કહ્યું છે કે, પોતાની નંબરની સ્થિતિને મોદીએ જાળવી રાખી છે. સચિન તેંડુલકર અને વિરાટ કોહલી જેવા ખેલાડીઓ ટોપટેનમાં સામેલ છે. અક્ષય કુમારના ફોલોઅર્સની સંખ્યામાં હાલમાં વધારો થયો છે. વર્ષ ૨૦૧૭માં અક્ષય કુમારે આમિર ખાનને પાછળ છોડી દેવામાં સફળતા મેળવી છે. ટિ્‌વટર ટોપટેનની વાત કરવામાં આવે તો અમિતાબ બચ્ચન ૩૧.૫ કરોડ ફોલોઅર્સ સાથે બીજા સ્થાને છે અને અમિતાભના ફોલોઅર્સમાં છેલ્લા એક વર્ષમાં ૩૪ ટકાનો વધારો થયો છે. શાહરુખ ખાન ત્રીજા અને વિરાટ કોહલી ૧૦માં સ્થાને છે. સાઉથ ઇન્ડિયન મૂવીઝ સ્ટાર સૂર્યા શિવકુમારની ફિલ્મ થાના સેરંધા કૂટમના સેકન્ડ લૂકને જારી કરવામાં આવ્યા બાદ તેની સૌથી વધારે લોકપ્રિયતા જોવા મળી રહી છે. જીએસટી, ડેરા સચ્ચા સૌદાના ગુરમિત રામ રહીમ જેવા વિષય પણ ચર્ચામાં રહ્યા હતા. નોટબંધી, જીએસટી જેવા વિષયોની પણ ચર્ચા રહી હતી. રોચક તથ્ય એ છે કે, સાઉથ ઇન્ડિયાની ફિલ્મો જેમકે મર્સલ અને બાહુબલી-૨ જેવી ફિલ્મોની ચર્ચા પણ વ્યાપક રહી છે. મર્સલને ત્રણ દિવસમાં એક કરોડ ૭૦ લાખ ટિ્‌વટ મળ્યા છે. તમિળનાડુના વિવાદાસ્પદ ગેમ જલિકટ્ટુને પણ લોકપ્રિયતા મળી છે. તેની પણ ચર્ચા જોવા મળી રહી છે. મનોરંજન ક્ષેત્રમાં બાહુબલી ઉપરાંત સંજય લીલાની પદ્માવતી ફિલ્મને લઇને પણ વિવાદ રહ્યો છે. નરેન્દ્ર મોદી ઉપરાંત રમતોમાં ક્રિકેટ હજુ પણ સૌથી ઉપર છે. મહિલા વિશ્વકપ દરમિયાન પણ ટિ્‌વટર પર નવા ટ્રેન્ડ શરૂ થયા હતા. આઈપીએલ, ભારત અને પાકિસ્તાનની મેચોને લઇને પણ લોકપ્રિયતા રહી હતી.

Related posts

योगी सरकार ने हाथरस केस की जांच के लिए गठित की एसआईटी

editor

SBSP chief O. P. Rajbhar hints on UP govt for inclusion of 17 MBC’s in SC list

aapnugujarat

દિલ્હીનો બોસ મુખ્યમંત્રી : સુપ્રીમ કોર્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1