Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

ચકચારી ટુજી સ્પેક્ટ્રમ કાંડમાં ૨૧મી ડિસેમ્બરે ચુકાદો જાહેર

ખાસ સીબીઆઇ અદાલતે સમગ્ર દેશને હચમચાવી મુકનાર ટુજી સ્પેક્ટ્રમ કોંભાડ મામલે ૨૧મી ડિસેમ્બરના દિવસે ચુકાજો આપવાનો નિર્ણય કર્યો છે. આ મામલામાં પૂર્વ દુરસંચાર પ્રધાન એ. રાજા, ડીએમકેના રાજ્યસભાના સાંસદ કાનીમોઝી પણ આરોપી તરીકે છે. આ હાઇપ્રોફાઇલ મામલામાં અનેક ટોપના લોકો આરોપી હોવાથી દિલ્હી ખાસ અદાલતના ચુકાદા પર તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. સીબીઆઇના ખાસ જજ ઓપી સૈનીએ ટુજી સ્પેક્ટ્રમ કોંભાડ સાથે જોડાયેલા બે જુદા જુદા કેસોની સુનાવણી કરી હતી. એક કેસની તપાસ સીબીઆઇ કરી રહી છે. જ્યારે અન્ય કેસની તપાસ ઇડી દ્વારા કરવામાં આવી રહી છે. સીબીઆઇના કહેવા મુજબ એ રાજાએ ટુજી સ્પેક્ટ્રમની ફાળવણીમાં ગેરરિતી આંચરી હતી. જેના કારણે સરકારી ખજાનાને ભારે નુકસાન થયુ હતુ. સીબીઆઇએ તેની ચાર્જશીટમાં કહ્યુ હતુ કે સ્વાન ટેલિકોમપ્રાઇવેટ લિમિટેડને ટુજી સ્પેક્ટ્રમ ફાળવણી કરવાના બદલે ડીબી ગ્રુપથી ૨૦૦ કરોડ રૂપિયા કલેગનર ટીવી ચેનલને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ઇડી મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં તપાસ કરી રહી છે. એવા આક્ષેપ મુકાયા છે કે, એ રાજા, કાનીમોઝી, ડીએમકેના વડા કરુણાનિધિ, કરુણાનિધિના પત્નિ દયાલુ અમલ અને અન્ય લોકો આમા સીધીરીતે સામેલ હતા. ૨૧મી ડિસેમ્બરના દિવસે ચુકાદો આપવામાં આવનાર છે. સીબીઆઈએ દાવો કર્યો છે કે, લૂપ ટેલિકોમને જે સ્પેક્ટ્રમ મળ્યા હતા તેના માટે પણ ગેરરીતિ આચરવામાં આવી હતી. આરોપો મુજબ એસ્સાર અને લુપ પ્રમોટર્સે સ્પેક્ટ્રમ લાયસન્સ મેળવવા માટે સરકાર સાથે છેતરપિંડી આચરી હતી. જો કે તમામ આરોપીઓ આક્ષેપોને રદિયો આપી ચુક્યા છે.

Related posts

खुद बेल पर बाहर राहुल गांधी क्या कहेंगे : निर्मला सीतारमन

aapnugujarat

પત્નીની હત્યા બદલ રિપોર્ટર સુહૈબ ઇલિયાસીને આજીવન કારાવાસની સજા

aapnugujarat

ઝાયડસે કોવિડ-19ની દવાનો આજે પહેલો ડોઝ આપવામાં આવ્યો

editor

Leave a Comment

UA-96247877-1