Aapnu Gujarat
બિઝનેસ

ઝાયડસે કોવિડ-19ની દવાનો આજે પહેલો ડોઝ આપવામાં આવ્યો

ઝાયડસે આજે જાહેરાત કરી હતી કે, તેની પ્લાઝમિડ DNA વેક્સિન ઝાયકોવ-ડી (ZyCoV-D)નું આજે હ્યુમન ક્લિનિકલ ટ્રાયલ શરુ કર્યું છે. આ દવાના એડેપ્ટિવ ફેઝ-1 અને 2 માટે આજે 15 જુલાઈએ પહેલો ડોઝ આપવામાં આવ્યો છે. આ તબક્કે રસીની માત્રામાં વધારો, મલ્ટિ-સેન્ટ્રીક સ્ટડી રસીની સલામતી, સહનશીલતા અને રોગપ્રતિકારક શક્તિનું મૂલ્યાંકન કરવામાં આવશે. ફેબ્રુઆરી 2020માં કોરોના માટે એક્સિલરેટેડ રસી વિકાસ કાર્યક્રમ શરૂ થયા પછી, રસીનો માનવ ડોઝ એ એક મહત્ત્વનું પગલું છે.

ઝાયડસ કેડિલાના ચેરમેને કહ્યું કે, કોવિડ-19 સામેની આપણી લડતમાં આ એક મહત્વપૂર્ણ પગલું છે. અમે ઝાયકોવ-ડી વેક્સિન કેન્ડિડેટના ડેવલપમેન્ટમાં ભારત અને નિયમનકારી એજન્સીઓ ICMR અને DGCI, રાષ્ટ્રીય બાયોફાર્મા મિશન, BIRAC, બાયોટેકનોલોજી વિભાગ, સરકારના સમર્થનને સ્વીકારીએ છીએ. અમે એડેપ્ટિવ ફેઝ-1 અને 2ના આધારે આવતા અમુક મહિનાઓમાં ZyCoV-D પર મહત્વપૂર્ણ ડેટા મેળવીશું. ઝાયડસને કોરોનાની વેક્સિનનું ઉંદર, ગીનીપીગ્સ અને સસલા પર ટ્રાયલ કર્યું હતું જેમાં વેક્સીનને ખૂબ જ સારો ઈમ્યુન પ્રતિભાવ મળ્યો હોવાનું તારણ છે.

કંપનીનું ભારતમાં જુલાઈમાં 1000 લોકો પર ક્લિનિકલ ટ્રાયલ્સ શરૂ કરવાનું આયોજન છે. કંપનીએ ક્લિનિકલ ટ્રાયલ્સ માટે વેક્સિન કેન્ડિડેટની ક્લિનિકલ GMP બેચીસનું પ્રોડક્શન પહેલાથી જ શરુ કરી દિધેલું છે. વેક્સીનમાં રહેલા એન્ટીબોડીઝથી વાઈરસનો સંપૂર્ણ સફાયો થવાનું તેમજ આ વેક્સીન કેન્ડીકેટથી રક્ષણની પ્રબળ શકયતા સર્જાતી હોવાનું બહાર આવ્યું છે. આ સિવાય આ વેક્સીન કેન્ડીકેટ ટોક્સીકોલોજી સ્ટડી દરમિયાન રીપીટ ડોઝમાં ઈન્ટ્રામસ્ક્યુલર અને ઈન્ટ્રાડર્મલ રીતે અપાયા બાદ સલામતીના કોઈ જ પ્રશ્નો ઉભા ન થતા હોવાનું જાણવા મળ્યું છે.

Related posts

शेल कंपनियो के डायरेक्टर्स पर हो सकती है सख्त कार्रवाई

aapnugujarat

કેવાયસીના નામે ફોન સામે સાવચેત રહો ઃ આરબીઆઇ

editor

નોટબંધી ઈરાકમાંથી મહાવિનાશક હથિયારો શોધવા જેવી બની રહેશે : આરબીઆઇ પૂર્વ ગવર્નર ડી સુબ્બારાવ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1